fbpx
Tuesday, May 30, 2023

રવિવાર, 1 જાન્યુઆરી 2023 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમે તમારી સમજણ દ્વારા કોઈપણ પરિસ્થિતિમા તાલમેલ જાળવી રાખશો. માત્ર પોતાનાથી થતું હોય તેટલું જ કામ કરવાની ઇચ્છા રાખો. વ્યવહારિક દૃષ્ટિકોણ રાખો. જે લોકો તમારા વિરૂદ્ધ હતા તેઓ તમારા પક્ષમાં આવી શકે છે.

નેગેટિવઃ- ભાવનાઓમાં વહીને કોઈની વાતોમાં આવશો નહીં. તમારા સરળ સ્વભાવનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. બાળકોને ક્રિએટિવ કાર્યોમાં વ્યસ્ત રાખવા જરૂરી છે. નહીંતર તેમનું ધ્યાન ખોટી ગતિવિધિઓમાં જઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રતિષ્ઠામાં કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમી સામે પોતાનું રક્ષણ કરો.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયી છે. માત્ર દિનચર્યાને વ્યવસ્થિત રાખવા માટે આત્મ અવલોકન કરો. કોઇ ખાસ કાર્ય કરવામાં ઘરના વડીલ સભ્યોનો પણ સહયોગ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે દરેક ગતિવિધિમાં પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. અન્ય લોકોની વાતોમાં આવીને નુકસાન કરી શકો છો. કોઇપણ પ્રકારની યાત્રાને આજે ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી યોગ્ય વ્યવસ્થાના વખાણ થશે.

લવઃ- ઘરના સભ્યોમાં એકબીજા સાથે તાલમેલ પ્રેમ પૂર્ણ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક વાતાવરણ સામે પોતાનું રક્ષણ કરો.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજનો દિવસ તમારા મન પ્રમાણે ગતિવિધિઓમાં પસાર થશે. વધારેમાં વધારે સમય તમારા પરિજનો સાથે પસાર કરવાની કોશિશ કરો. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પણ શક્ય છે. તમારા નેતૃત્વમાં કોઈ ખાસ ગતિવિધિ સંપન્ન થશે.

નેગેટિવઃ- બપોર પછી કોઈ ચિંતાજનક સ્થિતિ બની શકે છે, જેના કારણે કોઈ નજીકના સંબંધી સાથે વિવાદ થવો પણ શક્ય છે. આ સમયે શાંતિ જાળવી રાખવી યોગ્ય છે. ઉત્તેજનાથી સમસ્યા વધારે વધી શકે છે.

વ્યવસાયઃ- કરિયર તથા કાર્યક્ષેત્રમાં સારી રીતે કરવામાં આવતી મહેનતમા સફળતા મળી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમાં રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે થોડી નબળાઈ અનુભવ થઈ શકે છે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ રાશિના લોકો માટે સ્થિતિ સારી બની રહેશે. આર્થિક યોજનાઓ પણ સફળ રહેશે. તમારા દિમાગમાં નવી-નવી યોજનાઓ ઉપજી શકે છે. જે ઘર તથા વેપાર બંને માટે યોગ્ય સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- વધારે મહેનત અને થાકના કારણે ક્યારેય ચીડિયાપણુ હાવી થઇ શકે છે. થોડો સમય તમારા રસના કાર્યોમાં પણ પસાર કરો. લોકો ઉપર તમારી મરજી થોપવાની કોશિશ ન કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આકરી મહેનત કરવાનો સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે પાચનને લગતી સમસ્યા વધી શકે છે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમે શારીરિક અને માનસિક રૂપથી ઊર્જાવાન અનુભવ કરશો. આ સમયે તમે તમારા લક્ષ્ય અને કાર્યોને પ્રાથમિકતા આપો. જો પ્રોપર્ટીને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના ઉપર તરત અમલ કરો.

નેગેટિવઃ- કોઈ સભ્યની નકારાત્મક વાતને લઇને ઘરનું વાતાવરણ થોડું અસ્ત-વ્યસ્ત રહી શકે છે. તમારા સહયોગ દ્વારા સમસ્યાઓને સમજવાની કોશિશ કરો. કોઇ નજીકના સંબંધીને તમારી ભૌતિક અને ભાવનાત્મક રૂપથી મદદની જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડી મંદી રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં તણાવની અસર ઘર-પરિવાર ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળા અને છાતિમા કફને લગતી સમસ્યા વધી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી પણ રાહત મળી શકે છે. ઘરની સુખ-સુવિધાઓને લગતી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમારી ખાસ કોશિશ રહેશે. યુવા વર્ગ પણ પોતાના ભવિષ્યને લઇને વધારે સક્રિય અને ગંભીર રહેશે.

નેગેટિવઃ- વધારે વ્યસ્તતાના કારણે તમે ઘરમા આરામ કરી શકશો નહીં. વાહન કે કોઇ મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. તણાવ લેવાથી કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.

લવઃ- લગ્નજીવન તથા પ્રેમ સંબંધ બંનેમાં જ યોગ્ય ભાવનાત્મકતા ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે, પરંતુ કોઈની ચિંતા ન કરીને તમે તમારા મન પ્રમાણે કાર્યો ઉપર જ ધ્યન આપો. યુવાઓને પોતાના કરિયરને લગતી કોઈ શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે તથા મનને સંયમમાં પણ રાખવું. કેમ કે ઈગો અને ઘમંડના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી પણ શકો છો. ઘરના વડીલ સભ્યો સાથે જ સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં બધી જ ગતિવિધિઓ ઉપર યોગ્ય નજર રાખવી જરૂરી છે.

લવઃ- કોઇ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત થશે અને જૂની યાદો તાજા થશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટિક લોકોએ બેદરકારી ન કરવી.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન તમને આત્મિક સુખ આપશે. પ્રતિષ્ઠિત લોકો સાથે લાભદાયક સંપર્ક પણ બનશે. આ સમયે રોકાણને લગતા કાર્યો પૂર્ણ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરની કોઈ મહત્ત્વપૂર્ણ વાત જાહેર થઈ શકે છે. તેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા ઉપર પણ પડી શકે છે. વિદ્યાર્થીઓ ખોટી વાતોના કારણે પોતાના લક્ષ્યથી ભટકી શકે છે.

વ્યવસાયઃ- માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે થોડી નવી સફળતા અને નવા ઓર્ડર મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઇને બેદરકારી ન કરો.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે નજીકના લોકો સાથે મુલાકાત અને મનોરંજનને લગતા કાર્યોમાં સુખમય સમય પસાર થશે. કોઇ ખાસ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયરને લઇને સંપૂર્ણ રીતે ગંભીર અને સજાગ રહેશે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં વધારે ખર્ચ થઈ જવાથી મન થોડું પરેશાન રહેશે. આ સમયે ખૂબ જ સમજદારી સાથે વ્યવસ્થા જાળવી રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં શાંતિથી કાર્ય પૂર્ણ થતાં જશે.

લવઃ- જીવનસાથી સાથે પરિવારના લોકોનો એકબીજા પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- દાંત અને દુખાવાની સમસ્યા વધી શકે છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે તમારા કાર્યોને નવું રૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો અને સફળતા પણ મેળવશો. કોઇ નજીકના સંબંધીના ઘરે આવવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. ખર્ચ સાથે-સાથે આવકમાં પણ વધારો થવાથી યોગ્ય વ્યવસ્થા બની રહેશે.

નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે થોડા મનમુટાવની સ્થિતિ બની રહી છે. તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો. ધ્યાન રાખો કે ઘરની વાત બહાર જાહેર થાય નહીં, નહીંતર તેનાથી પરિસ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે.

વ્યવસાયઃ- આર્થિક રીતે દિવસ ઉત્તમ રહી શકે છે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે ઘરના લોકોને વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માંસપેશીઓના દુખાવાથી રાહત મેળવવા માટે કસરત અને યોગ ઉપર ધ્યાન આપો.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમા કાર્યોને વ્યવસ્થિત કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. પરંતુ બપોર પછી ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે તથા કાર્યોમાં ગતિ આવશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડને લઇને એકબીજા સાથે સંબંધ ખરાબ ન કરો. વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવા માટે ધૈર્ય અને સંયમ રાખો. માનસિક શાંતિ અને સુકૂન માટે અધ્યાત્મ અને મેડિટેશન જેવી ગતિવિધિઓમા થોડો સમય પસાર કરવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વેપારને લગતા કાર્યોમાં ભાગ્ય પૂર્ણ રૂપથી સહયોગ કરી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાકથી રાહત મેળવવા માટે થોડો સમય તમારા મન પ્રમાણે પસાર કરો.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમારી જીવનશૈલીને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં સમય પસાર થશે. વિદ્યાર્થીઓને કોઇ પ્રતિયોગિતાને લગતી ગતિવિધિઓમાં સફળતા મળી શકે છે. સમય લાભકારી રહી શકે છે.

નેગેટિવઃ- પ્રોપર્ટી કે રૂપિયાની લેવડ-દેવડના કાર્યોમા સાવધાની જાળવી. કોઇપણ સમસ્યાને એકબીજાની સહમતી સાથે ઉકેલવાની કોશિશ કરો. આજે નાની-નાની સમસ્યાઓ વધી શકે છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કારણોના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ શ્રેષ્ઠ બનાવવા માટે થોડો સમય એકસાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન કરવાનું ટાળો.


Related Articles

નવીનતમ