વર્ષ 2023 હવે ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યુ છે ત્યારે સહુ કોઈ માટે આવનારુ વર્ષ શુભ હોય અને આપણી બધી મનોકામના પૂર્ણ થાય તેવુ આપણે ઈચ્છીએ છીએ. આજે અમે તમને રાશિ મુજબ જણાવીશુ એવા અમુક ઉપાય જેનાથી તમારી હંમેશા માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે.
મંગળની રાશિ મેષ અને વૃશ્ચિક
મેષ અને વૃશ્ચિક રાશિના જીવનમાં દુઃખ આવે તો મંગળવારે મસૂરની દાળના દાણા પક્ષીઓને નાખવા. સ્નાન કરતી વખતે જળમાં લાલ ચંદનનો પાવડર મિલાવીને સ્નાન કરવુ, ઘણો ફાયદો થશે અને મા લક્ષ્મીની કૃપાથી તમારા બધા દુઃખ દૂર થશે.
શુક્રની રાશિ વૃષભ અને તુલા
વૃષભ અને તુલા રાશિના જાતકોએ શુક્રવારે ખીર બનાવી, તેને ઠંડી કરીને તેને ગૌમાતાને ખવડાવવી. પક્ષીઓને શુક્રવારે ચોખાના દાણા નાખવા. આ ઉપરાંત જળમાં ઈલાયચી પાવડર, કેસર નાખીને સ્નાન કરવુ.
બુધની રાશિ મિથુન અને કન્યા
મિથુન અને કન્યા રાશિના જાતકોએ બુધવારે મગના થોડા દાણા પક્ષીઓને નાખવા અને ગાયને પણ ખવડાવી શકો છો. દર બુધવારે ઓમ ગં ગણપતે નમઃ મંત્રનો જાપ કરવો અને વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો તેમજ ગુર મંત્રનો પણ જાપ કરવો.
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકોએ સોમવારે પક્ષીઓને ચોખાના દાણા નાખવા. સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવવુ અને ગંગાજળ ચડાવીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. આ સાથે જ દર પૂનમે ચંદ્રમાને અર્ધ્ય આપવુ.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. રોજ સૂર્યને અર્ધ્ય આપવુ જોઈએ. સિંહ રાશિવાળા જાતકોએ રવિવારે ઘઉંના દાણા પક્ષીઓને નાખવા. ઘઉંના લોટની રોટલી અને ગોળ ગાયને ખવડાવવા. ગાય ન મળે તો કોઈ ગરીબને આપી દેવી અને ગુરુ મંત્રનો જાપ કરવો.
ગુરુની રાશિ ધન અને મીન
ધન અને મીન રાશિના જાતકોએ ગુરુનુ સમ્માન કરવુ જોઈએ અને માતાપિતાને કોઈ અપશબ્દ ન બોલવા જોઈએ. ગુરુવારે કેરીના ઝાડ પર ચોખા, જળ, ચણાના દાણા મિલાવીને ચડાવવવા અને ત્યાં બેસીને થોડી વાર ગુરુ મંત્રનો જાપ કરવો.
શનિની રાશિ મકર અને કુંભ
મકર અને કુંભ રાશિના જાતકોએ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને દર શુક્રવારે મા લક્ષ્મીને ગુલાબનુ ફૂલ ચડાવવુ.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.