fbpx
Saturday, June 3, 2023

Grahan 2023 : જાણો વર્ષ 2023ના સૂર્ય અને ચંદ્ર ગ્રહણની તિથિ, સમય અને સુતક કાળ

Grahan 2023 : વર્ષ 2022 ની વિદાય થઇ રહી છે, અને 2023નું આગમન થોડા દિવસોમાં થવા જઇ રહ્યું છે. ત્યારે લોકો હવે 2023નું કેલેન્ડર અને રાશિફળ પર નજર કરી રહ્યા છે. આવા સમયે આપણે આજે આ અહેવાલમાં જાણીશું કે, વર્ષ 2023માં કેટલા સૂર્યગ્રહણ છે અને કેટલા ચંદ્રગ્રહણ છે. આ સાથે તેનો સુતક કાળ વિશે પણ જાણીશું.

વર્ષ 2023ના ગ્રહણ

જ્યોતિષીય ગણતરી મુજબ વર્ષ 2023માં કુલ 4 ગ્રહણ થશે. બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે.

સૂર્યગ્રહણ 2023 (Solar Eclipse 2023)

પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ, 2023 અને ગુરુવારના રોજ સવારે 7:04 થી 12:29 સુધી દેખાશે. આ સૂર્યગ્રહણ દરમિયાન સુતક કાળ ભારતમાંમાન્ય રહેશે નહીં.

બીજું સૂર્યગ્રહણ 14 ઓકટોબર, 2023 અને શનિવારના રોજ થશે. જે ભારતમાં દેખાશે નહીં. આ સાથે સાથે આ બીજો સુતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં.

ચંદ્રગ્રહણ 2023 (Lunar Eclipse 2023)

પ્રથમ ચંદ્રગ્રહણ 05 મે, 2023ની રાત્રે 08.45 થી 01.00 કલાક સુધી ચાલશે. છાયા ચંદ્રગ્રહણને કારણે સુતક કાળ માન્ય રહેશે નહીં.

બીજું ચંદ્રગ્રહણ 29 ઓકટોબરના રોજ બપોરે 01:06 થી 02:22 સુધી દેખાશે. જેનો સુતક કાળ 30 ઓકટોબરે સાંજે 5 થી સવારે 10 કલાકસુધી માન્ય રહેશે.

ભારતમાં બંને સૂર્યગ્રહણ દેખાશે નહીં

વર્ષ 2023માં થનારા બંને સૂર્યગ્રહણ દેખાશે નહીં. આ કારણથી તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં.

શું છે સુતક સમયગાળો?

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ