એમ્પીયરે ભારતમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર રિયો એલીટ લોન્ચ કર્યું છે. તેની એક્સ શોરૂમ કિંમત 45,099 રૂપિયા છે. એમ્પીયર રિયો એલીટની બુકિંગ પણ શરૂ કરાઈ છે. એમ્પીયરના આ ધીમી ગતીના સ્કૂટરની બેંગ્લોરમાં કંપનીની વેબસાઇટ અને ડીલરશીપ પર બુકીંગ શરૂ કરાયુ છે. એમ્પીયર રિયો એલીટ બુક કરવા ઈચ્છતા ગ્રાહકો માત્ર 1999 રૂપિયા એડવાન્સ ચૂકવી બુકીંગ કરાવી શકશે. કંપનીએ આ સ્કૂટરને યુવાનોને ધ્યાનમાં રાખીને આકર્ષક લુક આપ્યો છે.
ગતિ 25 કિમી પ્રતિ કલાક એમ્પીયર રિયો એલીટની મહત્તમ ગતિ 25 કિમી પ્રતિ કલાકની છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 48 વોલ્ટની બેટરી છે. શહેરી પરિસ્થિતિમાં રિયો એલીટ 55 કિલોમીટર અને હાઇવે પર 60 કિલોમીટર સુધી ચાલી શકે છે.
વજન 86 કિલો આ સ્કૂટર વજનમાં અત્યંત હળવુ છે, વજન 86 કિલો છે. આ ઉપરાંત, રિયો એલીટમાં એલઇડી ડિજિટલ ડેશબોર્ડ, ડ્યુઅલ શોક અબ્જોર્બર અને યુએસબી ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે.
ડ્રમ બ્રેક આ સ્કૂટરમાં બંને પૈડા પર 110 મીમીના ડ્રમ બ્રેક લગાવાઈ છે. સસ્પેન્સન માટે સામે ટેલિસ્કોપિક અને પાછળ કોઇલ સ્પ્રિંગ લગાવાઈ છે.
ગ્રાઉન્ડ ક્લિયરન્સ એમ્પીયર રિયો એલીટ ચાર કલરમાં ઉપલબ્ધ છે. જેમાં બ્લેક, વ્હાઇટ, લાલ અને બ્લુ શામેલ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 130 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવી છે.
નિ: શુલ્ક હેલ્મેટ કંપની એમ્પીયર રિયો એલીટના બુકિંગ પર નિ: શુલ્ક હેલ્મેટ પણ આપી રહી છે. કંપની તેના દ્વારા ગ્રાહકોની સલામતી અંગે જાગૃત કરી રહી છે.
લીડ એસિડ બેટરીનો એમ્પીયર રિયો એલીટમાં હાલમાં લીડ એસિડ બેટરીનો ઉપયોગ કરાયો છે. અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં તેને લિથિયમ આયન બેટરી સાથે બજારમાં ઉતારશે.
એમ્પીયર રિયો એલીટ એમ્પીયર રિયો એલીટ કંપનીનું હળવી અને ધીમી ગતિનું સ્કૂટર છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ ડિલીવરી અને ટૂંકા અંતરના દૈનિક ઉપયોગ માટે થઈ શકે છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.