fbpx
Tuesday, May 30, 2023

ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમય તમને કોઈ અટવાયેલું વ્યક્તિગત કાર્ય કોઈ રાજનૈતિક વ્યક્તિની મદદથી ઉકેલાઈ શકે છે. તમારી ફિટનેસ માટે કરવામાં આવેલી કોશિશનું અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. સોસાયટીને લગતા કોઈ મામલે તમારો પ્રસ્તાવ નિર્ણાયક રહેશે.

નેગેટિવઃ- તમારા બનતા કાર્યોમાં મોટાભાગે વિઘ્ન આવવાનું કારણ તમારી બેદરકારી અને આળસ જ રહેશે. તમારા આ અવગુણોને અટકાવશો તો તમારા વ્યક્તિત્વમા વધારે નિખાર આવી શકે છે. ખોટા વાદ-વિવાદથી દૂર રહો તો સારું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી અને એકાગ્રતા જરૂરી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ઘરમાં કોઈ નજીકના સંબંધીના આવવાથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઈ શકે છે. યુવાઓ પોતાની પ્રતિભાને ઓળખે. સંપૂર્ણ ઊર્જા સાથે પોતાના ભવિષ્યને લગતા કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારો સરળ સ્વભાવનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સારી તક તમને ગુમાવી શકો છો.

વ્યવસાયઃ- કાર્યસ્થળે કર્મચારીઓ વચ્ચે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.

લવઃ- તમારી સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમી સામે પોતાનું રક્ષણ કરો.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં પસાર થશે. જો કોઈ રાજકીય કાર્ય અટવાયેલું છે તો તેને આજે પૂર્ણ કરવાની કોશિશ કરો. સમય અનુકૂળ છે. થોડો સમય બાળકો સાથે પસાર કરવાથી તેમનું મનોબળ વધશે.

નેગેટિવઃ- થોડા નકારાત્મક વિચાર ધરાવતા વ્યક્તિઓ તમારી નિંદા કરી શકે છે. ચિંતા ન કરો, તમારું કોઇ જ નુકસાન થશે નહીં. બેંકિંગના કાર્યોને કરતી સમયે વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક વ્યવસ્થામાં સુધાર આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ વાતને લઇને મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે ઉતાવળની જગ્યાએ સહજ રીતે સમજી-વિચારીને પોતાનું કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. અન્ય લોકોની ભૂલને માફ કરો અને સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારો વિશેષ પ્રયાસ રહેશે.

નેગેટિવઃ- ઉતાવળ અને બેદરકારીના કારણે તમારા કાર્યો ખરાબ થઈ શકે છે. ધૈર્ય અને શાંતિ જાળવી રાખો. બાળકો ઉપર વધારે રોકટોક કરવાથી ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો.

વ્યવસાયઃ- પ્રોપર્ટીની લે-વેચને લગતા મહત્ત્વપૂર્ણ કાર્યોની ડીલ થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની મુશ્કેલીઓથી રાહત મેળવવા માટે તમારા ખાનપાનને વ્યવસ્થિત જાળવી રાખો.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- અધ્યાત્મને લગતી ઉત્તમ જાણકારી પ્રાપ્ત થશે. જેની અસર તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવા અને સામાજિક સક્રિયતા વધારવામાં પણ યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ- સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. ક્યારેક તમારી જિદ્દ અને શંકા જેવી સ્થિતિમાં પડવું નુકસાન આપી શકે છે. યુવાઓને કોઇ વ્યક્તિગત સમસ્યાના કારણે કરિયરને લગતા કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે.

વ્યવસાયઃ- આ સમય વ્યવસાયને વધારવા માટે કોઇ નવા કામની શરૂઆત કરવી અનુકૂળ રહેશે.

લવઃ- લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી આજે થોડી રાહત મળી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દિવસની શરૂઆત સારી રહેશે. લક્ષ્યની પ્રાપ્તિમા કોઇ નજીકના સંબંધીનો પણ સહયોગ મળી શકે છે. તમારું કર્મ પ્રધાન હોવું જ તમારા ભાગ્યનું નિર્માણ કરશે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓનો રસ વધી શકે છે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યોમાં વધારે વ્યસ્ત રહેવાના કારણે તમે પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. થોડો સમય બાળકોની સમસ્યાઓને ઉકેલવા માટે પસાર કરવો જરૂરી છે. આર્થિક સ્થિતિમા પણ થોડી ભાગદોડ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે થોડા ફેરફાર થશે જે પોઝિટિવ રહેશે.

લવઃ- પારિવારિક જીવનમાં કોઈપણ પ્રકારની ગેરસમજ આવવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન અને ઉધરસ જેવી સમસ્યા રહી શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દિવસ સામાન્ય રહેશે. સમયને અનુકૂળ બનાવવા માટે થોડી મહેનત કરવાની જરૂરિયાત રહેશે. તમારી પ્રતિભા અને યોગ્યતાને ઓળખો. થોડો સમય બગીચા અને પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરવાથી માનસિક સુકૂન અને શાંતિ મળી શકે છે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વાતને લઇને વાતાવરણ ખરાબ થઈ શકે છે. ઘરના વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવી રાખો. યુવાઓ પોતાના ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે યોગ્ય કોશિશ કરી શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી રહી શકે છે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- અસ્ત-વ્યસ્ત બનેલી દિનચર્યામા આજે થોડો સુધાર આવશે. કોઈપણ નિર્ણય લેવામાં હ્રદયની જગ્યાએ તમારી અંતરાત્માનો અવાજ સાંભળો. તમારા કર્મ અને પુરૂષાર્થ તમને દરેક કામમાં સફળતા આપી શકે છે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે સંબંધ મધુર રહેશે. આ સમયે થોડું અંતર વધી શકે તેવી પરિસ્થિતિ બની શકે છે. સુકૂન મેળવવા માટે થોડો સમય પરિવાર અને બાળકો વચ્ચે પણ પસાર કરો. આજે કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું.

વ્યવસાયઃ- આજે મોટાભાગનો સમય માર્કેટિંગને લગતી ગતિવિધિઓમાં પસાર કરો

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે તાલમેલ જાળવી રાખવો.

સ્વાસ્થ્યઃ- હોર્મોનને લગતી કોઈ સમસ્યા વધી શકે છે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- થોડો સમય તમને જે સુકૂનની શોધ હતી, આજે તે પ્રાપ્ત થઈ શકે છે. આત્મચિંતન દ્વારા તમે તમારી જીવનશૈલીમાં પણ સુધાર લાવવાની કોશિશ કરશો. જરૂર પડે ત્યારે તમને તમારા શુભચિંતકો પાસેથી યોગ્ય મદદ મળી શકે છે.

નેગેટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ આવી શકે છે. પરંતુ ઉતાવળ અને ભાવુકતામાં કોઈપણ નિર્ણય લેશો નહીં. કોઈ સપનું અધૂરું રહેવાથી મન નિરાશ થઈ શકે છે. મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો ખરાબ થવાથી મોટો ખર્ચ પણ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમા થોડી મંદી રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલનો અભાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓને સાંધામા દુખાવાની ફરિયાદ રહી શકે છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમે આરામ કરવા અને હળવા મૂડમાં રહેશો. સામાજિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. થોડા ખાસ લોકો સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર વાર્તાલાપ થઈ શકે છે અને યોગ્ય ઉકેલ પણ મળી શકશે.

નેગેટિવઃ- સંયુક્ત પરિવારમાં અલગ થવાની વાતો અંગે વિવાદ થઈ શકે છે. ગુસ્સામાં આવીને ખોટા તથા નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. ઘરના વડીલ વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન ઉપર પણ અમલ કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમયે ધનદાયક સ્થિતિ બની રહી છે.

લવઃ- વ્યક્તિગત સમસ્યાઓની અસર પારિવારિક જીવન ઉપર પણ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- પરેશાનીઓના કારણે માનસિક તણાવ અને બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે તમારી સમજદારી દ્વારા કોઇ સમસ્યાનું સમાધાન મેળવવામાં સક્ષમ રહેશો. નજીકના સંબંધીઓ સાથે પણ સમય પસાર કરવો સંબંધોને વધારે મજબૂત કરશે. ઘરના વડીલો સાથે કોઇ ધાર્મિક ગતિવિધિનો પણ પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- જમીનને લગતા કોઈપણ કાર્યમાં વધારે સાવધાની જાળવો. થોડી ભૂલ નુકસાનનું કારણ બની શકે છે. મહિલાઓ પોતાના સાસરિયા પક્ષ સાથે સંબંધમા મધુરતા જાળવી રાખશે. સંબંધ મધુર જાળવી રાખવા માટે થોડું નમવું પણ યોગ્ય છે.

વ્યવસાયઃ- આજે વેપારને લગતો કોઈપણ નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વ્યવસ્થિત દિનચર્યા તથા આદતોમાં પોઝિટિવ ફેરફાર તમને નિરોગી રાખશે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- પરિસ્થિતિઓ અનુકૂળ છે. માત્ર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી અલગ મહત્ત્વપૂર્ણ કાર્યો તરફ કેન્દ્રિત કરો. તમને ચોક્કસ સફળતા મળી શકશે. નવી-નવી યોજનાઓ દિમાગમાં આવી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ તેનું નિવારણ પણ કરશે. વાહન કે કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે તમારી જરૂરિયાતોમાં કાપ કરવો પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.

લવઃ- લગ્નસંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક ઊર્જાને પોઝિટિવ જાળવી રાખવા માટે યોગ અને મેડિટેશનની મદદ લેવી પડશે.


Related Articles

નવીનતમ