2022નું વર્ષ પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે જઈ રહેલા વર્ષની મોટી ઘટનાઓની વાત થઈ રહી છે. આ વર્ષે ઘણી મોટી ઘટનાઓ સામે આવી છે. જેની ચર્ચા વર્ષો સુધી થતી રહેશે.
વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ 2022ના વર્ષની શરૂઆત જ એક દુખદ ઘટના સાથે થઈ હતી. વર્ષના પહેલા દિવસે જ વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થતા ઘણા લોકોના મોત થયા હતા.
સાત રાજ્યોની ચૂંટણી આ વર્ષ વિધાનસભા ચૂંટણીઓનું વર્ષ રહ્યું. પહેલા ફેબ્રુઆરીમાં 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ ડિસેમ્બરમાં ગુજરાત અને હિમાલચ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ.
શ્રદ્ધા હત્યાકાંડ આ વર્ષે સૌથી ચકચારી ઘટનાઓમાં શ્રદ્ધા હત્યાકાંડ સૌથી ચર્ચિત ઘટના રહી છે. તેના જ બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલા દ્વારા શ્રદ્ધાની હત્યા કરીને લાશના 35 ટુકડા કરીને ફેંકી દીધા હતા. હવે આ ઘટનાને લઈને આરોપી પોલીસની ગિરફ્તમાં છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.