નવી દિલ્હી : આતંકવાદને લઈને NIA સતત એક્શનમાં જોવા મળી રહી છે. હવે ફરી એક વખત NIAએ દેશમાં 14 જગ્યાઓ પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં આ દરોડા પાડ્યા છે અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. NIAએ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન અને અન્ય ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોના સ્થળો પર આ સર્ચ ઓપરેશન હાથ કરાયુ છે.
સામે આવેલી વિગતો અનુસાર, એએનઆઈએને આ દરોડામાં ઘણા મહત્વના દસ્તાવેજો મળ્યા છે અને તેમાં દેશ વિરોધી ગતિવિધિ સાથે જોડાયેલા કેટલાક મહત્વના દસ્તાવેજો પણ સામેલ છે. આનાથી પંજાબમાં માહોલ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા. આ હસ્તાવેજોમાં બોર્ડર પારથી હથિયારો સ્મગલિંગ કરવા સંબંધિત દસ્તાવેજો પણ સામેલ છે. આ હથિયારો આતંકવાદી સંગઠનોના લોકો સુધી પહોંતી રહ્યા હતા.
NIAના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ અને ગેંગસ્ટરોને હથિયારો અને પૈસાની સપ્લાય કરવામાં આવતી હતી, ત્યારબાદ આ સાંઠગાંઠમાં સામેલ આતંકવાદીઓ અને ગેંગસ્ટરો દેશના અલગ-અલગ ભાગોમાં ખતરનાક ઘટનાઓને અંજામ આપતા હતા. મળતી વિગતો અનુસાર દેશના વિવિધ ભાગોમાં ટાર્ગેટ કિલિંગ સાથે સાથે બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર પણ ઘડી રહ્યા હતા. NIA દ્વારા 20 ઓગસ્ટ 2022ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો અને હાલ તપાસ ચાલી રહી છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.