fbpx
Thursday, June 1, 2023

બુધ્વાર, 28 ડિસેમ્બર 2022 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે ગ્રહોનું પરિભ્રમણ તમારા માટે લાભના દ્વાર ખોલી રહ્યું છે. માત્ર યોગ્ય મેહનતની જરૂરિયાત છે. કોઈ શુભચિંતકની મદદ તમારા માટે આશાની નવી કિરણ લાવશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના ભવિષ્યને લઇને વધારે સક્રિય અને ગંભીર રહેશે.

નેગેટિવઃ- કોઈ પ્રિયજન દ્વારા કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશા રહી શકે છે. ઉતાવળ અને ભાવુકતામાં કોઈપણ નિર્ણય ન લેશો. વાહન કે કોઇ મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કાણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સમય મિશ્રિત ફળદાયક છે. દિવસની શરૂઆત સારી રહેશે. સમાન વિચારધારાના લોકો સાથે મળવાથી એક નવી ઊર્જા મળી શકે છે. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવામા ભાઈઓનો પણ સહયોગ મળશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિમા થોડો તણાવ રહી શકે છે. બીજા પક્ષમાં એવું અનુભવ થશે કે સ્થિતિ હાથમાંથી સરકી રહી છે. ધૈર્ય અને સંયમથી તમે તમારી સમસ્યાને કાબૂમા કરી લેશો. સામાજિક ગતિવિધિઓમાં પણ સહયોગ આપો.

વ્યવસાયઃ- વેપારમાં ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં કામ કરી રહ્યાં છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી રાહત મળી શકે છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સમય શાંતિદાયક અને ધનદાયક ચાલી રહ્યો છે. તમારો આત્મવિશ્વાસ પણ નવી આશાઓને જાગૃત કરશે. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ પણ સફળ થઈ શકે છે. કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- અન્ય મામલે વધારે દખલ કરવાથી બચવું. કેમ કે કોઈ વાદ-વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. આ સમયે કોઈપણ યાત્રા કરવાથી સમય ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવહારમાં વધારે વ્યસ્ત રહી શકો છો.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓ વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થઈ શકે છે. આર્થિક મામલે પણ વિજય પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો કે સહયોગીઓ સાથે ફોન ઉપર કોઇ મહત્ત્વપૂર્ણ વાતચીતનું યોગ્ય પરિણામ મળી શકે છે. તમે તમારી કોઈ યોજનાને યોગ્ય અંજામ આપી શકો છો.

નેગેટિવઃ- દિવસના બીજા ભાગમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. અચાનક જ કોઈ મુશ્કેલી તમારી સામે ઊભી થઈ શકે છે. આવકના સાધન તો વધશે પરંતુ સાથે જ ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક તણાવ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામનો ભાર વધારે જળવાયેલો રહી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં થોડી ગેરસમજ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ઘરના અનુભવી તથા વડીલ સભ્યોનો આશીર્વાદ અને સહયોગ તમારા ઉપર રહેશે. તમે તમારા જીવન સ્તરને સુધારવા માટે થોડો વ્યાપક દૃષ્ટિકોણ રાખશો. તમારા મનગમતા અને રસના કાર્યોમાં પણ સમય પસાર કરવાથી સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખો. બપોર પછી મનમાં થોડા નકારાત્મક વિચાર આવી શકે છે. ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધશે જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કામકાજનો ભાર વધારે રહી શકે છે. હાલ માત્ર વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખવું યોગ્ય છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજાના સંબંધોમાં થોડાં વિવાદ ઊભા થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે તમારા કોઈ કામને નવું સ્વરૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓની મદદ લેશો. જેથી યોગ્ય સફળતા પણ મળશે. ઘરની સુખ-સુવિધાઓને લગતા કાર્યોમાં પણ તમારો ભરપૂર સહયોગ રહેશે. સમય લાભકારી છે, તેનું યોગ્ય સન્માન કરો.

નેગેટિવઃ- પરિણીત વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થવાની સ્થિતિ પણ બની શકે છે. કામ વધારે રહેવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણુ રહી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો.

વ્યવસાયઃ- થોડા વ્યક્તિગત કારણોને લીધે વેપારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને તણાવના કાણે શારીરિક નબળાઈ રહી શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમારો દિવસ ફાલતૂ ગતિવિધિઓથી અલગ સંપૂર્ણ રીતે તમારા કાર્યો ઉપર કેન્દ્રિત રહેશે. નવી-નવી યોજનાઓ દિમાગમાં આવશે અને નજીકના સંબંધીઓની મદદથી તે યોજનાઓને શરૂ કરી શકશો.

નેગેટિવઃ- વ્યવહારિક દૃષ્ટિકોણ રાખો. વધારે ઉદારતા નુકસાન આપી શકે છે. કયારેક તમારો ગુસ્સો તમારા માટે સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. તમારા વ્યવહારને સંયમમા રાખવો જરૂરી છે. તણાવના કારણે ભરપૂર ઊંઘ પણ લઇ શકશો નહીં.

વ્યવસાયઃ- વેપાર તથા નોકરી, બંને જ કાર્યક્ષેત્રોમાં યોગ્ય સફળતા મળી શકશે.

લવઃ- લગ્ન સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક ઊર્જાને પોઝિટિવ જાળવી રાખવા માટે યોગ અને મેડિટેશનની મદદ લો.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે તમારા કર્મ ઉપર વિશ્વાસ કરો છો અને આ સમયે તમારું ક્રમ પ્રધાન રહેવું જ તમારા ભાગ્યનું નિર્માણ કરશે. તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક ગતિવિધિઓને વધારે મજબૂત કરવામાં રહેશે. તેને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- ખોટું હરવા-ફરવા અને મિત્રો સાથે સમય ખરાબ ન કરો. આ સમય મહેનતનો છે. બજેટથી વધારે ખર્ચ થવાની શક્યતાઓ છે. જેના કારણે થોડો તણાવ રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખો.

લવઃ- કોઇ બહારના વ્યક્તિના કારણે ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઇન્ફેક્શન અને સોજાની તકલીફ રહેશે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમારુ કોઈ ખાસ કામ પૂર્ણ થઈ શકે છે. ઘરનું વાતાવરણ પણ યોગ્ય જળવાયેલું રહેશે. અન્યની મદદ કરવા તથા તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. આવું કરીને તમને સુખ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ સંબંધીની નકારાત્મત વાતો ઉપર વધારે ધ્યાન ન આપો. તેનાથી માત્ર તમારો તણાવ વધવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. રૂપિયા-પૈસાની લેવડ-દેવડને લગતા કાર્યોમાં થોડી સાવધાની જાળવો.

વ્યવસાયઃ- સ્ત્રીવર્ગ સાથે જોડાયેલાં વ્યવસાયમાં સફળતા મળી શકે છે.

લવઃ- કોઇ ખાસ વ્યક્તિનો સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને તણાવની અસર બ્લડપ્રેશર ઉપર થશે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આવક અને ખર્ચમાં સમાનતા રહેશે. દિવસના બીજા પક્ષમા થોડી સમસ્યાઓ આવી શકે છે. પરંતુ તમે તમારા આત્મ વિશ્વાસ દ્વારા તેનું સમાધન શોધવામાં સક્ષમ રહેશો. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- મામા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો. કેમ કે સંબંધ ખરાબ થવાથી તમારા માન-સન્માન ઉપર પણ વાત આવી શકે છે. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધાને લગતા અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનક જ પરિસ્થિતિઓ શ્રેષ્ઠ થવાથી મન પ્રસન્ન રહેશે.

લવઃ- પારિવારિક તથા આર્થિક મામલે જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત કરશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીના કારણે પરેશાન રહેશો


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સામાજિક કે રાજનૈતિક ગતિવિધિઓમાં આજે તમારો વધારે સમય પસાર થશે. મહત્ત્વપૂર્ણ સંપર્ક પણ બનશે. વિદ્યાર્થીગણ પોતાની કાર્યક્ષમતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે.

નેગેટિવઃ- રોકાણને લગતી કોઈપણ પોલિસીને લેતા પહેલાં તેના અંગે યોગ્ય જાણકારી લો. યુવાઓનું ધ્યાન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થઈ શકે છે.

વ્યવસાયઃ- તમારી કોઈ વ્યવસાયિક યોજના સફળ થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકો સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળી શકે છે. તમે તમારી દિનચર્યામાં થોડું પરિવર્તન લાવશો જે પોઝિટિવ રહેશે. ઘરની સુખ-સુવિધાઓને લગતી ખરીદદારીમા પણ પરિજનો સાથે સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- વધારે કામના કારણે ઘરમા આરામ કરી શકશો નહીં. સંતાનના કારણે પણ કોઈ ચિંતા રહી શકે છે. કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરી લો. જો કોર્ટને લગતો કોઈ મામલો ચાલી રહ્યો છે તો તે કોઇની સહમતિ સાથે ઉકેલાઈ જશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઈપણ પ્રકારના વિઘ્ન આવશે નહીં.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કાણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.


Related Articles

નવીનતમ