અમદાવાદ: ચીન સહિતના દેશોમાં કોરોનાનો કહેર ફરી વકર્યો છે. ત્યારે તેની દહેશત ગુજરાત સહિત સમગ્ર દેશમાં છે. આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. ત્યારે અમદાવાદમાં યોજાયેલી નેશનલ CA સ્ટુડન્ટસ કોંફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાર્થીઓને સંબોધતા માસ્ક પહેરવાની અપીલ તેમના આગવા અંદાજમાં કરી. તેઓએ કહ્યું કે કોવિડ ફરી શરૂ થયો છે મારે પણ તમને જોઈને માસ્ક પહેરવું પડશે.
અમદાવાદમાં યોજાયેલી નેશનલ CA સ્ટુડન્ટસ કોંફરન્સમાં મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. સીએના વિધાર્થીઓના ડેવલપમેન્ટ માટે આયોજિત બે દિવસની કોંફરન્સને મુખ્યમંત્રીએ ખુલ્લી મૂકી. સાથે જ તેઓએ સીએના વિધાર્થીઓને સંબોધન કરતા આગવા અંદાજમાં માસ્ક પહેરવાની અપીલ કરી. વિધાર્થીઓને માસ્ક પહેરેલા જોઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન મમાં જણાવ્યું કે, કોવિડ ફરી શરૂ થયો છે. મારે પણ તમને જોઈને શીખવું પડશે મારે પણ માસ્ક પહેરવું પડશે.
મુખ્યમંત્રી પટેલે હળવા અંદાજમાં સ્પીચની શરૂઆત કરી વિધાર્થીઓને ખુશ કર્યા. ત્યારબાદ તેઓએ વિધાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતનું વિકાસ મોડલ વિશ્વમાં વખણાય છે. વિશ્વની ઇકોનોમી નબળી પડી રહી છે ત્યારે દેશની ઇકોનોમિ ગ્રોથ કરી રહી છે. લોકો ટેકસ કેમ બચવવો એમ શોધતા હોય છે પણ તમારી જવાબદારી છે કે, લોકો રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી કરે. દેશને આપણે કેવી રીતે મદદ કરી શકીએ તે જોવું જરૂરી. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે અને અમૃતકાળ બનાવવો હશે તો એ દિશામાં કામ કરવું પડશે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, સ્વચ્છતામાં આપણે મોટો બદલાવ લાવ્યા છીએ. તેઓએ એમ પણ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીએ આખી રાજનીતિ બદલી નાખી છે. વિકાસની રાજનીતિના કારણે ગુજરાતને નંબર વન પોઝિશન પર રાખ્યું છે. તેમાં આપ સહભાગી છો. ઈકોનોમીમાં દેશ વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચ્યું છે. મહત્વનુ છે કે, કોરોનાના ફરી કહેરને કારણે ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ પણ તેમના આગવા અંદાજમાં માસ્ક પહેરવાની અપીલ કરી છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.