Kishor chudasama,Jamnagar : પ્રતિવર્ષ તા. 18 થી 24 નવેમ્બર દરમિયાન વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ અવેરનેસ વીકનુંઆયોજન કરવામા આવે છે.જેના ભાગરૂપે હાલ આ વિક ઉજવાઇ રહ્યું છે. વિશ્વભરના સામાન્ય લોકોમાં એન્ટિ માઇક્રોબાયલરેઝિસ્ટન્સ અથવા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધકતા અને તેના કારણે થતી સમસ્યાઓ અંગે અવગત કરવા ઉજવણી કરાઈરહી છે. ત્યારે આજે જામનગરમાં ફાર્મકોલોજી વિભાગ દ્વારા રેલી યોજાઈ હતી. વધુમાં પેમ્પ્લેટ પ્રસિદ્ધ કરી લોકોમાં જાગૃતિ લાવવાપ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
એન્ટિબાયોટિક દવાના આડેધડ ઉપયોગથી બોડીમાં રેઝિસ્ટન્સ પેદા થવાનો ડર
જામનગર જીજી હોસ્પિટલના ફાર્માકોલોજી વિભાગના વડા એચ.આર.ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિએ દર્દીઓમાંએન્ટિબાયોટિક દવાના વપરાશ માટે સજાગતા લાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો જીવાણુંમાં બેક્ટેરિયાનું રેઝિસ્ટન્સ થઈ જાયતો દર્દીની સારવાર જટિલ બને છે. જેના કારણોમાં એક દર્દીઓ વગર જાણકારી વગર આડેધડ દવા લેવા માંડે છે.જે બોડીમાંએન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ પેદા કરે છે. જેને લઈને લોકોમાં જાગૃતતા લાવવા માટે અમેં વોર્ડ વિઝીટ કરી દર્દીઓને સમજાવી છીએતેમજ પેમ્પ્લેટ વિતરણ પણ કરવામા આવી રહ્યા છે. વધુમાં તબીબની સલાહ લીધા વગર એન્ટિબાયોટિકનો વધુ ઉપયોગ કરવોએ પણ રોગ પર દવાના ઘટતા પ્રભાવનું કારણ છે તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવે છે.
2015 માં વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
ઉલ્લેખનીય છે કે ડૉક્ટરો સામાન્ય રીતે અમુક પ્રકારના બેક્ટેરિયલ અથવા બેક્ટેરિયલ ચેપની સારવાર માટે એન્ટિબાયોટિક્સનુંસૂચન કરતા હોય છે. પરંતુ એન્ટિબાયોટિકનો ઉપયોગ ડૉક્ટરની સલાહ પછી જ કરવો જોઈએ. તે વાતથી મોટા ભાગના લોકોઅજાણ હોય છે ત્યારે એન્ટિબાયોટિક્સ માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તેનો બિનજરૂરી અને વારંવાર ઉપયોગ સ્વાસ્થ્ય અને તેનાપર દવાઓની અસરને પણ આડઅસર કરે છે. જેના પરિણામે અમુક સંજોગોમાં શરીરમાં આ દવાઓ સામે ડ્રગ પ્રતિકાર વધી શકેછે.
જો કોઈ રોગ કે, સમસ્યા હોય તો ગંભીર સ્થિતિનું કારણ પણ બની શકે છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ વધારવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્ષ 2015 માં વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતુ. પરિણામેં 1 સપ્તાહ સુધી જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.