fbpx
Tuesday, May 30, 2023

ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે ઊર્જા તથા આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ પસાર થશે. તમે કોઈ મુશ્કેલ કામને તમારી કોશિશ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. જો ગાડી ખરીદવાનો વિચાર છે, તો તેના માટે પ્રબળ યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- તમારા નજીકના મિત્ર અને સંબંધીઓ સાથે સંબંધોને મધુર જાળવી રાખો. સમય પ્રમાણે સ્વભાવમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. કેમ કે ક્યારેય મન પ્રમાણે કામ ન બનવાથી તમે અસહજ પણ બની શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈ મન પ્રમાણે કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીમાં સારું તાલમેલ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમારી વિનમ્રતાના કારણે સમાજની વચ્ચે તમારું માન-સન્માન જળવાયેલું રહેશે. આજે પણ કાર્યને સમજી-વિચારીને અને શાંતિથી પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. કોઈ શુભચિંતકનો આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ- વાતચીત કરતી સમયે સાવધાન રહો કે તમે અજાણ્યમાં કોઈ મહત્ત્વપૂર્ણ વાત જાહેર કરી શકો છો. જેના કારણે તમારી માનહાનિ થવાની પણ શક્યતા છે. કોઈ સાથે વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક કાર્યમાં વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

લવઃ- ધ્યાન રાખો કે લગ્નસંબંધોમાં કોઈ પ્રકારનો ખુલાસો થવાની અસર તમારા લગ્નજીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ અને ગળું ખરાબ થવાની સમસ્યા રહી શકે છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાંય તમે તમારા સંબંધીઓ તથા મિત્રો સાથે મેલજોલ માટે સમય કાઢી શકશો. જેથી થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓથી પણ છુટકારો મળી શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઈ ગતિવિધિ કે સંગતિને લઈને ચિંતા રહી શકે છે. આ સમયે બાળકોનું કાઉન્સલિંગ કરવું જરૂરી છે, ચોક્કસ જ તમને યોગ્ય સમાધાન મળી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કાર્યો તથા નવી જવાબદારીઓ વધારે રહી શકે છે.

લવઃ- પારિવારિક મુશ્કેલીઓ ઉકેલવાની કોશિશ સફળ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમયે તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતાનું નિર્માણ કરશે. થોડા ખાસ લોકો સાથે સંપર્ક જળવાઈ રહેવાના કારણે તમારી વિચારશૈલીમાં પણ યોગ્ય પરિવર્તન આવશે.

નેગેટિવઃ- કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમારી ખોટી આલોચના થવાથી તમારું મન નિરાશ રહેશે. કોઈના ઉપર વિશ્વાસ ન કરો તથા પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખો. કોઈપણ કારણે તમારા બજેટ કરતા વધારે ખર્ચ ન કરો

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિ રૂપિયાની લેવડદેવડને લગતા કાર્યોમાં સાવધાની જાળવે

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- કોઈ અશક્ય કાર્યના અચાનક પૂર્ણ થઈ જવાથી મનમાં પ્રસન્નતા રહેશે. તમારા વ્યક્તિગત મામલાઓનો ખુલાસો ન કરો. કોઈપણ કામ સીક્રેટ રીતે કરવાથી તમને યોગ્ય સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ, કાગળિયાઓ વગેરે સાચવીને રાખો. આ સમયે તેમના ખોવાઈ જવાની કે ચોરી થવાની શક્યતા બની રહી છે. કોઈ કારણે બજેટ ખરાબ થવાથી તેની અસર તમારા સુકૂન અને ઊંઘ ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- બહારના ક્ષેત્રોને લગતા વેપારમાં સારી સફળતા મળી શકે છે.

લવઃ- તમારો વિના કારણે તણાવ અને ચીડિયાપણાની અસર તમારા પરિવાર અને સંબંધો ઉપર પડશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- પરિસ્થિતિઓ સફળતાદાયક છે. તમારા વ્યક્તિત્વને લગતી કોઈ પોઝિટિવ વાતો સામે આવવાથી તમારો યોગ્ય સામાજિક સીમા વધશે. માન-સન્માન પણ થશે. થોડા સમયથી જે કાર્યમાં વિઘ્ન આવી રહ્યા હતાં તે સરળતાથી ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. આ સમયે કોઈપણ યાત્રા કરવી નુકસાનદાયી રહી શકે છે. ખોટા ખર્ચમા કાપ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ અનેક હદે ઉકેલાઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગને લગતા કાર્યો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક અવસાદ અને ડિપ્રેશનની સ્થિતિ હાવી થઈ શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમારા સ્વભાવમાં ભરપૂર ઉદારતા અને ભાવુકતા જળવાયેલ રહેશે. ઘર-પરિવાર તથા સંબંધીઓ સાથે સુખમય સમય પસાર થશે. તમારી બોલચાલની રીત અન્ય લોકોને પ્રભાવિત કરી શકે છે. આજે તમે આ ગુણો દ્વારા આર્થિક તથા વ્યવસાયિક મામલે સફળતા પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત પણ થઈ જવું અને સ્વાર્થની ભાવના આવી જવાથી સંબંધોમાં મુશ્કેલીઓ આવી શકે છે. તમારા આ ગુણોનો પોઝિટિવ રીતે પ્રયોગ કરો, તો તમને ચોક્કસ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોને હાલ વર્તમાનને લગતા કાર્યોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- તમારા જીવનસાથીની ઘર-પરિવાર પ્રત્યે સહયોગની ભાવના રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમારું ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે. તમે સફળતા પણ પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સુખ-સુવિધાઓને જાળવી રાખવામાં પણ તમારો રસ રહેશે. ઘરના સભ્યોને મન પ્રમાણે શોપિંગ કરાવવાથી સુખ મળશે.

નેગેટિવઃ- આ સમયે તમે તમારા સ્વભાવને સહજ તથા ભાવના પ્રધાન જાળવી રાખશો. વધારે પ્રેક્ટિકલ થવું પણ સંબંધોને ખરાબ કરી શકે છે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તેમની દેખરેખ કરવાની જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ પ્રકારનું પરિવર્તન કે ઇન્ટીરિયરમાં થોડા ફેરફારની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઈને થોડો વિવાદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમય ભાગ્ય તમને સારો સહયોગ આપી રહ્યો છે. જો પ્રોપર્ટીને લગતી કોઈ યોજના ચાલી રહી છે તો આજે તેને શરૂ કરવાનો સમય આવી ગયો છે. મિત્રો સાથે સમય ખરાબ કરવાની જગ્યાએ તેમના કામ ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ- કોર્ટ કેસને લગતા કોઈપણ મામલે બેદરકારી ન કરો. તણાવના કારણે ઊંઘ ન આવવાના કારણે થોડો થાક પણ રહેશે. યુવાઓને તેમના કરિયરને લઈને વધારે ગંભીરતા લાવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર તમારું સંપૂર્ણ ધ્યાન રહી શકે છે.

લવઃ- પરિવાર તથા વેપાર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવો અને થાકની પરેશાની રહી શકે છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સામાજિક તથા રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. સંતાનના કરિયરને લગતી કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવવો જરૂરી છે. તમારી કાર્ય પ્રણાલીમાં થોડું પરિવર્તન લાવવું તમારી કાર્યક્ષમતાને વધારશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઈ વાતને ળઈને વિવાદ વધી શકે છે. ધૈર્ય જાળવી રાખો તથા કોઈ અન્ય લોકોની મધ્યસ્થતા પણ સામેલ કરો. રોકાણને લગતી નીતિઓ ઉપર ફરી વિચાર કરવાની જરૂરિયાત છે

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરવામાં આવતી મહેતનનું ભવિષ્યમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ ભાવનાત્મક સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવવું તથા તેમનો સહયોગ કરવો તમને સુકૂન આપી શકે છે. સાથે જ અધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. પરિવાર તથા બાળકો સાથે ભાવનાત્મક સંબંધ વધારે મજબૂત થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક કામમાં વિઘ્ન આવવાથી તમે પરેશાન રહી શકો છો. પરંતુ ફરી તમે એનર્જી એકઠી કરીને પોતાના કામે લાગી શકો છો અને તેમાં સફળ પણ થઈ શકો છો. વિદ્યાર્થી વર્ગ પોતાના કોઈ પ્રોજેક્ટને લઈને થોડા પરેશાન રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓમાં આજે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવની ફરિયાદ રહી શકે છે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- જો તમે તમારા દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો તો ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધો વધારે મધુર બનશે. સંતાન પક્ષ તરફથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક ગુસ્સો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. અનેક બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. આવકના સાધનોમાં થોડી ખામી રહેશે એટલે તમારા ખર્ચ ઓછા કરવામાં ધ્યાન આપો.

વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રમાં થોડા મામલાઓ ગુંચવાઈ શકે છે.

લવઃ- લગ્ન સંબંધ સામાન્ય જ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.


Related Articles

નવીનતમ