Abhishek Gondaliya, Amreli: દામનગરમાં આવેલી શાળાના વિધાર્થીઓનું હેલિકોપ્ટર નેશનલ લેવલે પસંદ થયું છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંજીવની હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું હતું.વિજ્ઞાન મેળામાં મોડેલ સંજીવની હેલિકોપ્ટરની પસંદગી કરાઈ હતી. સંજીવની હેલિકોપ્ટર ભારતના શ્રેષ્ઠ 139 મોડલ પૈકીનું એક પસંદ થયું હતું.
સંજીવની હેલિકોપ્ટર ભારતના પ્રથમ
આસામના ગુહાવટી ખાતે યોજાયેલી નેશનલ કક્ષાના વિજ્ઞાન મેળાની અંદર દામનગરના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું સંજીવની હેલિકોપ્ટર પસંદ થયું હતું.
આ સંજીવની હેલિકોપ્ટર ભારતના પ્રથમ સીડીએસ બીપીન રાવતજીના હેલિકોપ્ટર દુર્ઘટના આધારિત બનાવવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં દુર્ઘટનામાં વ્યક્તિઓના જીવનનું રક્ષણ કઈ રીતે થાય તેવી સંજીવની હેલિકોપ્ટરની સમાન આ હેલિકોપ્ટરની રચના કરવામાં આવી છે.
નાગપુર સાયન્સ સંમેલન પ્રદર્શનમાં ભાગ લેશે
નેશનલ સાયન્સ ફેરમાં મોડલની મુલાકાત લેનાર એનસીઈઆરટી ન્યુ દિલ્હી ટીમ, આસામ સરકાર તથા અન્ય લોકો માટે મોડેલ આકર્ષણનો કેન્દ્ર રહ્યો હતું.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.