fbpx
Saturday, June 3, 2023

કેસરનું સેવન કરવાથી ઘટે છે વજન, કેન્સર જેવી બીમારીઓમાંથી મળે છે છૂટકારો, જાણો બીજા ફાયદાઓ

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગનાં લોકોના રસોડામાં કેસર હોય છે. કેસર હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. રસોડામાં વપરાતા મસાલાની વાત કરીએ તો કેસર એમાંથી એક છે. કેસર ક્રોક્સના ફુલોમાંથી બનતા દોરા જેવું દેખાતુ ફુલ છે. આનો ઉપયોગ દૂધ સિવાય અનેક રીતે કરવામાં આવે છે. મીઠાઇનો સ્વાદ વધારવામાં કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. નિયમિત રીતે કેસરનું સેવન કરવાથી માનસિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ સિવાય સ્કિન સંબંધીત સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળે છે. તમને જાણીને નવાઇ લાગશે કે કેસર સ્કિનની ખૂબસુરતી વધારવામાં મદદ કરે છે. અનેક ઘરોમાં દરરોજ કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. તો જાણો તમે પણ કેસરના આ અઢળક ફાયદાઓ વિશે…

કેસરમાં એન્ટી ઓક્સીડન્ટ્સ ગુણ હોય છે. આ કોશિકાઓના મુક્ત કણો અને ઓક્સીડેટિવ તણાવથી બચવામાં મદદ કરે છે. આ સિવાય કેસરમાં ક્રોસિન, ક્રોસેટિન, સફરનાલ જેવા એન્ટી ઓક્સીડન્ટ્સ સારી માત્રામાં હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં આવતા સોજા ઓછા થઇ જાય છે. તમને ભૂખ લાગતી નથી તો તમે કેસરનું સેવન કરી શકો છો.

કેન્સરથી બચાવે

કેસરમાં એન્ટી ઓક્સીડન્ટ્સ હોય છે જે હાનિકારક ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. સંશોધન અનુસાર ફ્રી રેડિકલને કારણે કેન્સરનો રોગ થઇ શકે છે. એવામાં તમે બે તાંતણા રોજ કેસરના ખાઓ છો તો કેન્સર જેવા ભયંકર રોગોમાંથી તમે બચી શકો છો.

તણાવ ઓછો કરે

કેસરમાંથી મળતા અનેક પ્રકારના ગુણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નિયમિત રીતે કેસરનું સેવન કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. આ સાથે જ તમે ડિપ્રેશન જેવી બીમારીથી દૂર રહો છો. તમારા ઘરમાં સતત કોઇ સ્ટ્રેસમાં રહે છે તો તમે રોજ કેસરનું દૂધ પીવડાવો. આમ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને સાથે ડિપ્રેશન જેવી બીમારીથી બચી શકો છો. સંશોધનમાં એક વાત સાબિત થઇ છે કે 30 મિલીગ્રામ કેસરનું સેવન કરવાથી ડિપ્રેશન ઓછુ થાય છે.

વજન ઘટવામાં મદદરૂપ

વધવા વજનને કંટ્રોલ કરવાનું કામ કેસર કરે છે. તમને વારંવાર ભૂખ લાગે છે તો કેસર તમારા માટે સૌથી બેસ્ટ છે. દિવસમાં બેથી ત્રણ તાંતણા કેસરના ખાવાથી કમરમાં જામી ગયેલી ચરબી અને ફેટ ઓછા થઇ જાય છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ