fbpx
Thursday, June 1, 2023

Home remedies: મધ અને પાણી આ સમયે પીવાથી સવારમાં પેટ સાફ થઇ જાય છે, જાણો બીજા ઘરેલું ઉપાયો

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાવાપીવાની આદતને કારણે કબજીયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. જમ્યા પછી બેસવાથી અને ડિનર કર્યા પછી તરત સૂઇ જવાથી કબજીયાતની સમસ્યા વધારે થાય છે. આ માટે જમ્યા પછી ચાલવું ખૂબ જરૂરી છે. કબજીયાતની સમસ્યામાં અનેક લોકો દવાઓ લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ દવાઓ તમારા શરીરમાં સાઇડ ઇફેક્ટ્સ કરે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવો છો તો આ સમસ્યામાંથી રાહત મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ ઘરેલું ઉપાયોથી ગેસ, અપચો અને કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..

  • કબજીયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે લીંબુનો રસ અને કાળુ મીઠું સૌથી બેસ્ટ છે. આ માટે તમે લીંબુનો રસ અને કાળુ મીઠું મિક્સ કરીને ડ્રિંક બનાવો અને પછી આ પી લો. આ ડ્રિંક સવારમાં ઉઠતાની સાથે તમે પી લો. આ પાણીથી પેટ સાફ થઇ જાય છે અને તમને કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે.
  • મધનો ઉપાય પણ તમારા માટે બેસ્ટ છે. આ ઘરેલું ઉપાય એટલે કે મધનો આ પ્રયોગ તમે બાળકો પર પણ કરી શકો છો. રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરો. હવે આ પાણીને બરાબર હલાવી લો. આ પાણી તમે રોજ પીઓ છો તો કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે. આ પાણી તમે બાળકોને પણ પીવડાવી શકો છો.
    • ગરમ પાણી તમે રોજ સવારમાં ઉઠીને પીઓ છો તો કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે. રોજ સવારમાં ઉઠીને તમે પહેલાં ગરમ પાણી પી લો. આ પાણી પીવાથી પેટ સાફ થઇ જાય છે અને તમે રિલેક્સ ફિલ કરો છો.
    • બેકિંગ સોડા પણ તમારા માટે એક સારો ઓપ્શન છે. બેકિંગ સોડા ખાવાનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે આ સમસ્યામાંથી પણ રાહત અપાવે છે.
  • તમને કબજીયાતની તકલીફ બહુ વધારે છે તો તમે રોજ એક ડિશ પપૈયુ ખાઓ. પપૈયુ ખાવાથી પેટ સાફ આવે છે. પપૈયુ તમે બાળકોને પણ ખવડાવી શકો છો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ