fbpx
Saturday, June 3, 2023

આ રીતે ઘરે બનાવો આદુ-લસણની ચટણી, જેની તાસીર ગરમ હોવાથી દિવસમાં એક વાર ખાવાથી હેલ્થને થાય છે ફાયદાઓ

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં બીજુ બધુ તો ઠીક પરંતુ ખાવાની મજ્જા પડી જાય છે. શિયાળામાં દરેક વસ્તુઓ ફ્રેશ મળે છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. શિયાળામાં ખાસ કરીને જમવાની થાળીમાં કોઇ ચટણી આપે છે તો ખાવાની મજામાં ડબલ વધારો થઇ જાય છે. એમાં પણ આદુ-લસણની ચટણી શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. શાક વગર આ ચટણી તમે રોટલી સાથે ખાઓ છો તો ટેસ્ટમાં વધારો થાય છે. આદુ-લસણની ચટણી તમારા શરીરને શિયાળામાં ગરમ રાખવાનું કામ કરે છે. આદુ-લસણની તાસીર ગરમ હોય છે જે શરીરના અનેક રોગોને દૂર કરવાનું કામ કરે છે. તો તમે પણ ઘરે બનાવો આદુ-લસણની આ ચટણી.

સામગ્રી

એક ઇંચ આદુનો ટુકડો

20 થી 25 લસણની કળીઓ

એક ચમચી આબલી

એક ચમચી લાલ મરચું

એક ચમચી સરસિયાનું તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • આદુ-લસણની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ લસણને ફોલી લો.
  • ત્યારબાદ આદુના મોટા-મોટા કટકા કરી લો.
    • હવે એક કડાઇમાં એક ચમચી સરસિયાનું તેલ ગરમ કરવા માટે મુકો.
    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં આદુ અને લસણ નાંખીને તેલમાં સાંતળી લો.
    • ત્યારબાદ આબલી નાંખો અને એક મિનિટ માટે ફ્રાય કરી લો.
    • પછી ગેસ બંધ કરી દો.
    • આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો અને ઠંડુ થવા દો.
    • મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે મિક્સર જારમાં પીસી લો અને એક ચમચી લાલ મરચું નાંખો.
    • મીઠું નાંખીને ગ્રાઇન્ડ કરી લો.
    • આ ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે બિલકુલ પાણી નાંખવાનું નથી, જરૂરિયાત લાગે તો તમે સરસિયાનું તેલ નાંખી શકો છો.
    • આ બધી જ વસ્તુઓને પીસીને એક બાઉલમાં કાઢી લો.
    • તો તૈયાર છે સ્વાદિષ્ટ આદુ-લસણની ચટણી.
  • આ ચટણીને તમે 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
  • તમે કોઇ જગ્યાએ ફરવા જાવો છો અને સાથે આ ચટણી લઇ જાવો છો તો ખાવાની મજામાં ડબલ વધારો થઇ જાય છે.
  • રોટલી, પરાઠા અને ભાખરી તમે આ ચટણી સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ