લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગંદા કાંસકાઓને થોડા-થોડા સમયે સાફ કરતા રહેવું ખૂબ જરૂરી છે. સમય પર તમે ગંદો કાંસકો સાફ કરતા નથી તો એમાંથી વાસ આવે છે અને સાથે તમારા વાળને પણ ખરાબ કરવાનું કામ કરે છે. ઘણાં લોકોના ઘરોમાં બહુ જ ગંદા કાંસકા હોય છે. આ ટાઇપના કાંસકા હાથમાં લેવા પણ ગમતા હોતા નથી. જો તમે કાંસકાને રેગ્યુલર સાફ કરતા નથી તો સ્કિનને પણ અનેક ઘણું નુકસાન થઇ શકે છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે ગંદો કાંસકો તમારા વાળને પણ ઓઇલી કરવાનું કામ કરે છે. તો તમે પણ ઘરમાં પડેલા ગંદા કાંસકાને આ રીતે સાફ કરી દો.
શેમ્પૂથી સાફ કરો
શેમ્પૂની મદદથી તમે ગંદા કાંસકાને જલદી સાફ કરી શકો છો. કાંસકો સાફ કરવા માટે તમે ડોલમાં પાણી લો અને એમાં શેમ્પૂ નાંખો. ત્યારબાદ કાંસકાને આ પાણીમાં નાંખો અને અડધો કલાક માટે રહેવા દો. આમ કરવાથી કાંસકો સાફ થઇ જાય છે અને મેલ પણ નિકળી જાય છે.
ટુથબ્રશથી સાફ કરો
કાંસકાને સાફ કરવા માટે તમે ટુથબ્રશનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે જૂના ટુથબ્રશનો ઉપયોગ કરી શકો છો. જૂનો ટુથબ્રશ લો અને કાંસકા પર ઘસો. આમ કરવાથી મેલ નિકળી જશે અને સાથે તમારો કાંસકો પણ એકદમ ચોખ્ખો થઇ જશે. તમે કાંસકો પલાળીને પણ ટુથબ્રશથી સાફ કરી શકો છો.
ટિશ્યુ પેપરનો ઉપયોગ કરો
ટિશ્યુ પેપર બહુ પાતળુ હોય છે જેની મદદથી પણ તમે કાંસકાને સાફ કરી શકો છો. આ માટે તમે સૌથી પહેલાં ટિશ્યુ પેપર ભીનું કરી લો. પછી ટિશ્યુ પેપરથી કાંસકાની ઉપર-નીચે ફેરવો. બેથી ત્રણ વાર આ પક્રિયા કરવાથી કાંસકો સાફ થઇ જાય છે.
ટૂથપિકનો ઉપયોગ કરો
કાંસકાની ગંદકી દૂર કરવા માટે તમે ટૂથપિકનો ઉપયોગ કરી શકો છો. હાથમાં ટૂથપિક લો અને એની આગળના અણીવાળા ભાગથી તમે કાંસકાને સાફ કરી લો. ટૂથપિકથી સાફ કરવામાં તમને સમય લાગે છે. આ માટે તમે ટુથબ્રશ જેવી બીજી વસ્તુઓથી ઝડપથી સાફ કરી શકો છો.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.