એક યહૂદી, એક ડચ અને એક ગુજરાતી- ત્રણ વેપારીઓ એન્ટવર્પની હોટલમાં એક ટેબલ પર આવી ગયા.
વટ પાડવા માટે વલંદાએ(ડચે) એકસો ડોલરની નોટ કાઢી તેમાં તમાકુ ભરી સિગાર બનાવી પીધી.
તે જોઈ યહૂદીએ હજાર ડોલરની નોટની સિગાર બનાવી.
આ બંનેની સામે વટ પાડવા ગુજરાતીએ દસ હજાર ડોલરનો ચેક લખી તેની સિગાર બનાવીને પીધી.😂🤣😂🤣😂🤣😂🤣😂
ભુતની સીરીયલમાં હિરોઈન એવું પુછે
” કૌન હૈ વહા ?”
જાણે ભુત સામેથી કહેવાનો હોય કે
” આ રહ્યો મોટા બેન, કબાટની પાછળ બેઠો છું ને
મમરા ખાઉં છું”!!!!
છોકરીને લઈને ભાગવાનો જમાનો ગયો,
હવે તો લોન લઈને ભાગવાનો જમાનો આવ્યો !
છોકરો અમીર હોવો જોઈએ,
ગરીબ તો અમે કરી નાખીશું
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.