fbpx
Thursday, June 1, 2023

સોમવાર, 19 ડિસેમ્બર 2022 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે ઘરમાં કોઇ નવા આયોજનની યોજના બની શકે છે. તમારી યોગ્યતા અને કાર્યશૈલીને જોઇને વિરોધી પણ તમારા વખાણ કરવા માટે વિવશ થઇ શકે છે. જમીન કે વાહનની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ સંબંધી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. જોકે, તમે તમારા વિવેક દ્વારા પરિસ્થિતિને સામાન્ય કરી લેશો. કોઇની વાતોમાં આવશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે કામકાજને લગતા બધા વિષયોને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં આકર્ષણ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીમાં આરામ મળી શકે છે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે આર્થિક પરેશાનીઓથી થોડીવાર માટે છુટકારો મળી શકે છે. પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. આકરી મહેનત કરીને આગળ વધવાના રસ્તાઓ ખુલશે. આ સમયે તમારા વ્યક્તિગત હિતને પ્રાથમિકતા આપો.

નેગેટિવઃ- સંવેદનશીલતા વધારે રહેવાના કારણે સતત મૂડ ખરાબ થઇ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ કામ વચ્ચે જ અધૂરું રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યાપારિક કામકાજ અંગે કોઇ યાત્રા કરવી પડી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામનું દબાણ અને તણાવના કારણે સ્વાસ્થ્યને લગતી તકલીફ રહી શકે છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દૈનિક કાર્યો સામાન્ય રીતે ચાલી શકે છે. માનસિક રૂપથી તમે સ્વસ્થ અને પ્રસન્ન અનુભવ કરી શકો છો. તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પણ ઉત્તમ સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- લોકો સાથે વ્યવહાર કરતી સમયે ધ્યાન રાખો, કોઇ સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. કોઇપણ પ્રકારના પડકારનો સ્વીકાર કરવા માટે તૈયાર રહો. આ સમયે ખર્ચમાં વધારો થઇ શકે છે.

વ્યવસાયઃ- સરકારી કાર્યોને ઉકેલવા માટે સમય અનુકૂળ રહેશે.

લવઃ- સુખમાં વધારો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાક અને તણાવ હાવી થઇ શકે છે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સમયની ચાલ તમારા પક્ષમાં છે. તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવશો. ભાવનાત્મક રૂપથી નજીકના સંબંધીઓ સાથે તમારા સંબંધ મધુર થશે. મહેમાનોની આગતા-સ્વાગતામાં પણ સમય સુખમય પસાર થશે.

નેગેટિવઃ- તમારા કોઇ નજીકના મિત્ર દ્વારા જ આલોચના થવાથી તમારું મનોબળ તૂટી પણ શકે છે. ધનને લગતા મામલે પણ તમારી ચિંતાનું કારણ બનશે. કોઇ ભાડુઆત સાથે વિવાદ થવાની સ્થિતિ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અતિ ઉત્તમ રહેશે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમારી અંદર અન્ય લોકો પાસે કામ કઢાવવાની અદભૂત કળા રહેશે. જીવનનું ગંભીરતાથી મૂલ્યાંકન કરો. આ પરિવર્તન તમારા જીવનમાં સુખ લઇને આવશે. કોઇ મહત્ત્વપૂર્ણ ઇચ્છાપૂર્તિ થવાની શક્યતા છે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે. તમારે અચાનક જ કોઇ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ખોટા શબ્દોનો પ્રયોગ ન કરો તથા તમારા અહંકારને નિયંત્રિત રાખો. કોઇ મિત્રનો નકારાત્મક વ્યવહાર તમારા મનને ઠેસ પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ- વ્યાપારિક કાર્યોમાં વધારો થઇ શકે છે.

લવઃ- ઘર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી બંને જગ્યાએ ઉત્તમ વ્યવસ્થા રહેશે.

સ્વાસ્થ્યઃ- વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સંબંધોમાં પ્રેમ અને તાલમેલ જળવાયેલો રહેશે. સંબંધોની કિંમત અને મહત્ત્વ તમારા માટે ખાસ સ્થાન રાખશે. વિદ્યાર્થીઓને તેમની ઇચ્છા પ્રમાણે પરિણામ મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યને સ્વાસ્થ્યને લગતી પરેશાની થવાથી તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. અન્ય લોકોની મદદ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અનેક મામલે તમારા વિચાર અન્યથી અલગ રહી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ ગોચર તમારા કરિયરને નવી દિશા આપશે.

લવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવરથી સુખનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે જે કાર્યોમાં પણ હાથમાં લેશો, તમને તેમાં સફળતા મળી શકશે. સમય અતિ અનુકૂળ છે. કોઇ પારિવારિક યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. કોઇ કામને પૂર્ણ હિંમત અને લગન સાથે અંજામ આપવાથી અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- પોતાના ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, કેમ કે તેના કારણે તમે અન્ય સાથે પોતાનું પણ નુકસાન કરી શકો છો. થોડા ખોટા લોકો તમને ફસાવવાની કોશિશ કરશે આવા લોકોથી સાવધાન રહેવું.

વ્યવસાયઃ- આજે તમને એવા સ્રોતથી ધન મળશે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય.

લવઃ- મિત્રો તથા પરિજનો સાથે આનંદદાયક સમય પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ખાનપાન તથા દિનચર્યાને લગતી ગતિવિધિને ખૂબ જ સંતુલિત રાખવાની જરૂરિયાત છે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોશિશ કરતા રહેશો. જેમાં તમને સફળતા પણ પ્રાપ્ત થશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. તમારી કાર્યપ્રણાલીને પ્રોત્સાહન મળી શકે છે. વિદ્યાર્થીઓને રિસર્ચ, વિજ્ઞાન વગેરે જેવા ક્ષેત્રોમાં યોગ્ય સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- આ સમેય કોઇપણ પ્રકારની યાત્રા કષ્ટકારી રહેશે. ખર્ચ પણ વધારે રહેશે. કોઇ ગુપ્ત વાત ઉજાગર થવાથી મહેનત નકામી થઇ શકે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં અચાનક જ કોઇ ઉત્તમ ઓર્ડર મળી શકે છે.

લવઃ- પરિવાર તથા પ્રિય વ્યક્તિનો સહયોગ તમારા આત્મવિશ્વાસને વધારશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમે થોડા એવા લોકોને મળશો, જે તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમે તમારા લક્ષ્યને પણ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપે. કામ અને પરિવારની વચ્ચે તમારું ઉત્તમ સંતુલન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- મહેમાનોનું આગમન થાક આપી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે તણાવની સ્થિતિ બની શકે છે. આ સમયે ધૈર્યથી કામ લેવું. આ સમયે કોઇપણ કામને જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો. અન્યના ભરોસો નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં નવી યોજનાઓ અને પડકાર તમને રોમાંચિત કરશે.

લવઃ- વ્યક્તિગત સંબંધોમાં પ્રેમ વધારે ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- દુર્ઘટના, ઘાવ વગેરે જેવી પરેશાનીઓથી પસાર થવું પડી શકે છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ઉન્નતિના અવસર મળી શકે છે, કામનો ભાર વધારે રહી શકે છે પરંતુ તમે ખૂબ જ સરળતાથી તેને સંભાળી લેશો. તમારા પોઝિટિવ વિચારોના કારણે તમારી છાપ નિખરશે. કોર્ટ કચેરીના મામલે વિજય પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. તમારા ચીડિયા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. થોડા લોકો પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં કામનો ભાર વધારે રહી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં ઉત્તમ તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓનું અભ્યાસ કે પોતાના કરિયર પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને કૃપા પણ બની રહેશે. જો વાહન ખરીદવાને લગતી કોઈ યોજના બની રહી છે તો તેને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- કોઈ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. ફાલતૂ વાતોમાં ધ્યાન ન આપીને પોતાના કામથી જ કામ રાખો. ભાવુકતા તમારી નબળાઈ છે. આ કારણે તમારું નુકસાન પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્પર્ધીઓ સક્રિય થઈ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય અને સારું જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વ્યસન તથા નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહો તો સારું રહેશે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે પરિવારને લગતા કાર્યોને પૂર્ણ કરવામાં તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ ખાસ વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવી શકે છે. કોઈપણ મુશ્કેલીમાં નજીકના લોકોનો યોગ્ય સહયોગ મળી શકે છે.

નેગેટિવઃ- બપોર પછી કોઈ અશુભ સૂચના મળવાથી મન નિરાશ રહી શકે છે. તમારા મનોબળને નબળું પડવા દેશો નહીં. નહીંતર તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. વાહન કે મશીનને લગતા ઉપકરણોનો પ્રયોગ ધ્યાનથી કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહી શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે સ્વાસ્થ્યને લગતી પરેશાની રહી શકે છે.


Related Articles

નવીનતમ