Tuesday, October 3, 2023

Dark Chocolate Coffee Recipe: ‘ડાર્ક ચોકલેટ કોફી’ પીવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે, માત્ર 5 મિનિટમાં બનાવો ઘરે

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાર્ક ચોકલેટ કોફી અનેક લોકોને પસંદ હોય છે. ગરમી હોય કે ઠંડી કોફી પીવાની મજા કંઇક અલગ જ આવે છે. એમાં પણ ખાસ કરીને ઠંડીની સિઝનમાં બહાર ગેલેરીમાં ડાર્ક ચોકલેટ કોફી પીવી કોને ના ગમે…ડાર્ક ચોકલેટ કોફી મોટાભાગનાં લોકો બહાર પીવા માટે જતા હોય છે, પરંતુ તમે સરળતાથી આ રીતે ઘરે બનાવી શકો છો. આ કોફી માત્ર 5 જ મિનિટમાં ઘરે બની જાય છે. જો તમે આ રીતે ડાર્ક ચોકલેટ કોફી ઘરે બનાવો છો તો ટેસ્ટમાં બહાર જેવી જ બને છે અને પીવાની બહુ જ મજા આવે છે. તો જાણો માત્ર 5 મિનિટમાં કેવી રીતે ઘરે બનાવશો ડાર્ક ચોકલેટ કોફી.

સામગ્રી

બે કપ દૂધ

બે ટુકડા ડાર્ક ચોકલેટ

એક ચમચી કોફી પાવડર

અડધી ચમચી ઇલાયચી પાવડર

ચાર ચમચી ખાંડ

5 થી 6 આઇસ ક્યૂબ્સ

બનાવવાની રીત

  • ડાર્ક ચોકલેટ કોફી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં દૂધ લો અને એને ગરમ કરવા માટે મુકો.
  •  આ દૂધ તમારે બહુ ગરમ કરવાનું નથી, સામાન્ય જ ગરમ કરવાનું રહેશે.
    • દૂધ ગરમ થઇ જાય પછી ગેસ બંઘ કરી દો અને દૂધમાં કોફી પાવડર મિક્સ કરો.
    • હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો.
    • પાંચ મિનિટ સુધી આ મિશ્રણને મિક્સ કરો જેથી કરીને સ્મેલ સારી આવે અને સાથે કોફીના ગઠ્ઠા પડે નહીં.
    • આ દૂધને મિક્સર જારમાં લો અને ડાર્ક ચોકલેટને ક્રશ કરીને આ દૂધમાં નાંખો.
    • પછી આમાં ઇલાયચી પાવડર અને ખાંડ મિક્સ કરી દો.
    • મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લો.
    • ત્યારબાદ ઢાંકણ ખોલીને આઇસ ક્યૂબ્સ નાંખો અને ફરીથી ચન કરી દો.
    •  તો તૈયાર છે ડાર્ક ચોકલેટ કોફી.
    • આ ડાર્ક ચોકલેટ કોફીને કાચના ગ્લાસમાં સર્વ કરો અને ઉપરથી આઇસ ક્યૂબ્સ નાંખો.
    • આ ઠંડી-ઠંડી કોફી પીવાની મજા કંઇક અલગ જ આવે છે.
  • તમે ઇચ્છો છો તો આ કોફી પર ચોકલેટ ક્રશ કરીને ફરીથી નાંખી શકો છો.
  • આ કોફી પીવાથી માઇન્ડ એકદમ રિલેક્સ થઇ જાય છે અને સાથે સ્ટ્રેસ ફ્રી રહો છો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ