Tuesday, October 3, 2023

રવિવાર, 18 ડિસેમ્બર 2022 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી પોતાને પણ ભાવનાત્મક રૂપથી સશક્ત અનુભવ કરશો. સામાજિક સીમા પણ વધશે. આજે બાળકો તથા પરિવારના લોકો સાથે શોપિંગમાં પણ સમય પસાર કરવો. કુંવારા લોકો માટે યોગ્ય સંબંધ આવવાની શક્યતાઓ છે.

નેગેટિવઃ- જિદ્દ અને ઉતાવળમાં લેવામાં આવતા નિર્ણય બદલવા પડી શકે છે. પોતાના વ્યક્તિગત કાર્યો માટે સમય કાઢી શકશો નહીં, જેના કારણે મન થોડું નિરાશ રહી શકે છે. આજે તમારા બહારના સંપર્કોને અથવા કોઈપણ યાત્રાને ટાળવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કારોબારમાં મનોવાંછિત પરિણામ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક તણાવ કે ડિપ્રેશનની સ્થિતિ અનુભવ થઈ શકે છે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. ભવિષ્યને લગતી યોજના ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં તથા તેને સાકાર કરવા માટે સમય અનુકૂળ છે. ખાસ કરીને મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે વધારે સજાગ રહેશો અને તેમાં સફળતા પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારું નાની-નાની વાતો ઉપર ખીજાઈ જવું ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે. એટલે પોતાના વ્યવહારને સજાગ જાળવી રાખો. બિનજરૂરી ખર્ચ ઉપર કાબૂ મેળવો કેમ કે આ કારણે આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે કામ રહી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે ખાનપાન ઉપર ધ્યાન રાખવું.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ વિચાર તમને કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરશે. ખાસ લોકોના સંપર્કમાં આવવાથી તમારી અંદર વધારે સારું શીખવાની શક્તિ પણ જાગૃત થશે. કોઈ ચિંતાથી પણ છુટકારો મળી શકે છે.

નેગેટિવઃ- વધારે ભીડભાડવાળા સ્થાને જવાનું ટાળો. કોઇ ખાસ વ્યક્તિ દ્વારા તમારી આલોચના થવાથી મન નિરાશ થઈ શકે છે. મનની શાંતિ માટે કોઈ એકાંત કે અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકશે નહીં.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દોડભાગ વધારે રહેશે. કાર્યની સફળતા તમારા થાકને પણ દૂર કરી શકે છે. તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. આ સમયે ગ્રહ સ્થિતિ પોઝિટિવ છે. તેનો ભરપૂર સહયોગ કરો.

નેગેટિવઃ- વાહન કે કોઈપણ મશીન ઉપકરણ ખૂબ જ ધ્યાનથી ઉપયોગમાં લો. કોઈ પ્રકારની ઈજા થઈ શકે છે. વિદ્યાર્થીઓ બેદરકારીના કારણે અભ્યાસમાં પાછળ રહી શકે છે. આ સમયે પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાનો સમય છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ નવી જવાબદારી તમારા ઉપર આવી શકે છે અને તમે તેને યોગ્ય રીતે નિભાવી પણ શકશો.

લવઃ- કામ વધારે હોવા છતાંય થોડો સમય ઘર-પરિવાર સાથે પણ પસાર કરશો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ વધી શકે છે. આજે તમારું કોઈ અટવાયેલું કામ સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે છે. ઘરની વ્યવસ્થાને વધારે સારી જાળવી રાખવા માટે તમે થોડા પોઝિટિવ ફેરફાર ઉપર પણ ચર્ચા-વિચારણાં કરી શકો છો.

નેગેટિવઃ- આ સમયે આર્થિક મામલે ખૂબ જ સમજણ લઇને નિર્ણય લેવાની જરૂરિયાત છે. તમારી સાથે કોઈ દગો થઈ શકે છે. વિવાદિત મામલાઓને શાંતિથી ઉકેલો. તમારી ગતિવિધિઓ અને યોજનાઓ અંગે કોઈ સાથે પણ ચર્ચા ન કરો.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયને લગતી ગતિવિધિઓમાં વધારે સુધાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણનો નકારાત્મક પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમે તમારી જૂની ભૂલોથી બોધપાઠ લઇને વર્તમાનને વધારે સારું બનાવવામાં વિચાર કરશો. આર્થિક પક્ષ પહેલાં કરતા વધારે સારી સ્થિતિમાં આવશે. પારિવારિક લોકોની નાની-મોટી વાતોનું ધ્યાન રાખવું તમને સુખ આપી શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. તમારા ગુસ્સા કે આવેશ ઉપર નિયંત્રણ રાખો. યુવાઓ પોતાની મહેનત પ્રમાણે પરિણામ ન મળવાથી તણાવની સ્થિતિમાં રહી શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવાનો છે.

વ્યવસાયઃ- થોડો સમય મીડિયા તથા ઓનલાઇન ગતિવિધિઓમાં પણ પસાર કરવો જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાફના વાતાવરણના કારણે ગભરામણ અને થાકની સ્થિતિ રહી શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારી યોજનાઓને શરૂ કરવાનો ઉત્તમ સમય છે. ઘરના વડીલોના સાનિધ્યમાં તમને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. યુવાઓને પણ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાથી તેઓ રાહત અનુભવ કરી શકે છે.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ અને ઉદારતા જેવા સ્વભાવ ઉપર કાબૂ રાખો. થોડા લોકો તમારી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમારી કોઈ ખાસ કે કિંમતી વસ્તુ ન મળવાથી ચિંતા પણ રહી શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટી ડીલિંગ તથા વાહનને લગતા વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે પાચનશક્તિ ખરાબ થઈ શકે છે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. કોઇ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિ માટે તમે તમારી સંપૂર્ણ ઊર્જા લગાવી દેશો અને તેમાં સફળ પણ રહી શકો છો. આ સમયે સારી સફળતા સામે આવી શકે છે. કોઇ સંબંધી સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થઈ શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈપણ પ્રકારનો ઝઘડા કે વિવાદ થઈ શકે છે. ફાલતૂ ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ ન કરો. રાજનૈતિક ગતિવિધિઓમાં ખરાબ પ્રવૃત્તિના લોકો સાથે દૂર રહો.

વ્યવસાયઃ- વેપારમાં એક પછી એક પરેશાનીઓ આવતી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે માથાનો દુખાવો અને એસિડિટીની સમસ્યા વધશે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- જો પ્રોપર્ટીને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો તે આજે કોઈની દખલ દ્વારા શાંતિથી ઉકેલાઈ જશે. કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત રોજિંદાના જણાવથી રાહત આપી શકે છે.

નેગેટિવઃ- આળસ અને ગુસ્સાના કારણે કામ ખરાબ થઈ શકે છે. આ સમય ઊર્જાવાન બની રહેવાનો છે. થોડા લોકો તમારી સાથે ઈર્ષ્યાની ભાવના રાખી શકે છે. પરંતુ તમારું કોઈ નુકસાન થશે નહીં. સમજી-વિચારીને રૂપિયા ખર્ચ કરો.

વ્યવસાયઃ- વેપાર કે નોકરીને લગતા કોઈપણ કાર્યમાં પ્રત્યેક નિર્ણય જાતે જ લેવાં.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી થોડી સમસ્યાઓ રહી શકે છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું હતું, તે આજે નાની કોશિશમાં પૂર્ણ થઈ જશે. રાજનૈતિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ રહી શકે છે. થોડા બાળકોની સમસ્યાઓને સાંભળો અને તેનું સમાધાન શોધવામા પણ સમય પસાર કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે સામાજિક વ્યસ્તતા સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો કોઈ કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ દ્વારા દૂર કરો.

વ્યવસાયઃ- વેપારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણનો પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓનું અભ્યાસ કે પોતાના કરિયર પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને કૃપા પણ બની રહેશે. જો વાહન ખરીદવાને લગતી કોઈ યોજના બની રહી છે તો તેને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- કોઈ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. ફાલતૂ વાતોમાં ધ્યાન ન આપીને પોતાના કામથી જ કામ રાખો. ભાવુકતા તમારી નબળાઈ છે. આ કારણે તમારું નુકસાન પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્પર્ધીઓ સક્રિય થઈ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય અને સારું જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વ્યસન તથા નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહો તો સારું રહેશે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે પરિવારને લગતા કાર્યોને પૂર્ણ કરવામાં તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ ખાસ વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવી શકે છે. કોઈપણ મુશ્કેલીમાં નજીકના લોકોનો યોગ્ય સહયોગ મળી શકે છે.

નેગેટિવઃ- બપોર પછી કોઈ અશુભ સૂચના મળવાથી મન નિરાશ રહી શકે છે. તમારા મનોબળને નબળું પડવા દેશો નહીં. નહીંતર તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. વાહન કે મશીનને લગતા ઉપકરણોનો પ્રયોગ ધ્યાનથી કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહી શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે સ્વાસ્થ્યને લગતી પરેશાની રહી શકે છે.


Related Articles

નવીનતમ