fbpx
Saturday, June 3, 2023

High Cholesterol થી બચવા આ તેલમાં જમવાનું બનાવો, નસોમાં નહીં જામી જાય ફેટ

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતમાં ઘણાં લોકો હાઇ કોલેસ્ટ્રોલ  (High Cholesterol) બીમારીનો સામનો કરી રહ્યા છે. દિવસ જાય એમ હાઇ કોલેસ્ટ્રોલના કેસ વધતા જાય છે. કોલેસ્ટ્રોલ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાંનું એક મુખ્ય કારણ ઓઇલી ફુડ છે. આજના આ સમયમાં મોટાભાગના લોકોને ઓઇલી ફુડ ખાવાના શોખીન હોય છે. ઓઇલી ફુડ ખાવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આપણાં ઘરોમાં બનતી રસોઇ અને વધારે પ્રમાણમાં બજારમાં વપરાતુ કુકિંગ ઓઇલથી લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે જે ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આનાથી બચવા માટે તમે એ ટાઇપના તેલની પસંદગી કરો જેનાથી તમને કોલોસ્ટ્રોલનું જોખમ ઓછુ રહે.

બેડ કોલેસ્ટ્રોલથી સ્વાસ્થ્યને ખતરો

તમે તેલ યુક્ત વસ્તુઓનું સેવન વધારે કરો છો તો આનાથી બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. જ્યારે જરૂરિયાત કરતા ફેટ વઘારે બને ત્યારે લોહીમાં અન્ય પદાર્થોની સાથે મિક્સ થઇને પ્લેક બનવા લાગે છે જે આર્ટરીઝમાં ચોંટી જાય છે.

જ્યારે આપણી ધમનીઓમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે જમા થાય છે ત્યારે નસો બ્લોક થવા લાગે છે અને લોહીને હાર્ટ સુધી પહોંચાડવામાં તકલીફ થાય છે. જ્યારે બ્લડ સર્કુલેશનમાં તકલીફ થાય છે ત્યારે હાઇ બીપીની સમસ્યા થાય છે.

હાઇ કોલેસ્ટ્રોલમાં આ તેલનો ઉપયોગ કરો

Zeenews પરથી જાણીતા ન્યૂટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સ આ વિશે જણાવે છે કે અળસીનું તેલ (Flaxseed Oil)  એ લોકો માટે સારું છે જેને હાઇ કોલેસ્ટ્રોલની ફરિયાદ રહે છે. આને તમે સલાડ સાથે પણ ખાઇ શકો છો. આ માટે તમે સામાન્ય ગરમ કરીને પણ ખાઇ શકો છો.

અળસીનું તેલ ફ્લેક્સ પ્લાન્ટના બીમાં નિકાળવામાં આવે છે જે ફેટી એસિડનો રિચ સોર્સ છે. આમાં ઓલિક એસિડ, લિનોલિક એસિડ અને અલ્ફા લિનોલેનિક એસિડની માત્રા ભરપૂર હોય છે. આ માટે અળસીના બીજમાંથી તૈયાર થયેલું તેલનું સેવન બીજા કુકિંગ ઓઇલ કરતા વઘારે કરો. જે હેલ્થ માટે સૌથી બેસ્ટ છે.

આમ, તમને જણાવી દઇએ કે અહિંયા આપેલ ઉપાય અજમાવતા પહેલાં તમે તમારા ડોક્ટરની સલાહ લઇ લો જેથી કરીને તમારી બોડીને અનુરૂપ ટ્રિટમેન્ટ થઇ શકે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

Related Articles

નવીનતમ