લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભટુરે બનાવતી વખતે મોટાભાગનાં લોકો કોશિશ કરતા હોય છે કે બહારના જેવા મસ્ત ફુલે અને નરમ બને. પરંતુ બહુ ઓછા લોકોના ઘરે ભટુરે આ ટાઇપના બનતા હોય છે. સોફ્ટ અને ફુલેલા ભટુરે બનાવવાની પણ ટ્રિક હોય છે. જો તમે આ રીતે બનાવો છો તો મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે. આમ, અનેક લોકોની ફરિયાદ હોય છે કે ભટુરે બહાર જેવા ઘરે બનતા નથી અને ખાવાની મજા આવતી નથી. તમારી સાથે પણ આવું થાય છે તો આ રીત નોંધી લો તમે પણ. આ રીતે તમે ઘરે ભટુરે બનાવશો તો એકદમ બહાર જેવા જ બનશે.
લોટ કડક ના બાંધશો
ભટુરે બનાવવા માટે તમે જ્યારે લોટ બાંધો ત્યારે એ બહુ કડક ના બાંધો, થોડો ઢીલો બાંધો. આ માટે તમે લોટ બંધાઇ જાય પછી એને બરાબર મસળો જેથી કરીને સોફ્ટનેસ આવે. લોટ બાંધતી વખતે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણાં લોકો લોટ બહુ કડક બાંધતા હોય છે.
ગરમ તેલમાં તળો
તમે જ્યારે પણ ભટુરે તળો ત્યારે ખાસ કરીને એ ધ્યાન રાખો કે તેલ ગરમ હોય. ઘણાં લોકો તેલ બરાબર થયુ ના હોય અને તેલમાં ભટુરે નાખી દેતા હોય છે. આ સિક્રેટ ટિપ્સ છે..ભટુરે તળવા માટે તેલ વધારે ગરમ હોવુ જોઇએ.
આ રીતે લોટ બાંધો
લોટ બાંધવા માટે તમે એક મોટા બાઉલમાં મેંદો, અડધી ચમચી ખાંડ, ચપટી બેકિંગ સોડા નાંખો અને મિક્સ કરી દો. ત્યારબાદ પાણીની મદદથી લોટ બાંધી લો. આ લોટને થોડીવાર માટે ઢાંકીને એમ જ રહેવા દો.
ભટુરેને આ રીતે ફુલાવો
ભટુરેને ટેસ્ટી બનાવવા માટે બ્રેડની સાઇડને નિકાળીને એનો ભુક્કો મેંદામાં મિક્સ કરી લો. આમ કરવાથી ભટુરે ફુલશે અને સોફ્ટ થશે.
ઇનોનો ઉપયોગ કરો
ભટુરે ફુલાવવા માટે તમે ઇનોનો ઉપયોગ કરી શકો છો. ઇનોથી ભટુરે સોફ્ટ થશે અને મસ્ત ફુલશે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.