fbpx
Thursday, June 1, 2023

શનિવાર, 17 ડિસેમ્બર 2022

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દિવસ વ્યસ્તતા પૂર્ણ રહેશે. રોકાણને લગતી યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. બાળકોની કોઇ સફળતાથી સુકૂન અને સુખ મળશે. ઘરમાં વાસ્તુને લગતા નિયોમનું પાલન કરવાથી ઘરમાં પોઝિટિવિટી પણ આવશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને અહંકાર જેવા અવગુણોમાં સુધાર લાવો. તેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ પરિણામ હાથમાં સરકી શકે છે. વિપરીત પરિસ્થિતિઓમાં તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો. જલ્દી જ પરિસ્થિતિ પક્ષમાં આવી જશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતી યાત્રાઓ ટાળવી જ યોગ્ય રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાની રહી શકે છે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર સામાન્ય ફળ આપી રહ્યું છે. પરંતુ કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું નિસ્વાર્થ યોગદાન તમને સુખ આપી શકે છે.

નેગેટિવઃ- મિત્રો સાથે તથા આળસમાં તમારો સમય ખરાબ ન કરો. આ સમયે યોગ્ય બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. કોઇ લોન લેવાની યોજના બનાવી હતી તો તેને ટાળવી જ સારી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાં કરતા વધારે સારી રહેશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમયે તમારા કોઇપણ પ્લાનિંગને શરૂ કરતા પહેલાં ફરી વિચાર કરવો જરૂરી છે. તેનાથી તમે તમારી ખામીઓમાં સુધાર લાવીને યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકો છો. ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ કરો.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી સાથે હળવો વિવાદ થઇ શકે છે. સમજદારીથી સમસ્યાને ઉકેલવાની કોશિશ કરો. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક વ્યવસ્થામાં સુધાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તથા પરિજનોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે પેટમાં દુખાવો અને ભૂખ ન લાગવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત ખૂબ જ અનુકૂળ રહેશે. વ્યસ્ત હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે પણ સમય કાઢશો. યુવાઓને સ્પર્ધામાં કોઇ સારું પરિણામ મળી શકે છે. એટલે યોગ્ય મહેનત અને લગનથી કામ કરો.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી કરવી ઠીક નથી. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવાથી કે ભૂલવાથી ચિંતા રહેશે. તમારા વહેમ અને જિદ્દી વ્યવહારના કારણે કોઇ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ મંદ જ રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં ભાવનાત્મક તથા વિશ્વાસપૂર્ણ સંબંધ ગાઢ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દિવસ થોડો સામાન્ય જ પસાર થશે. તમે તમારી યોગ્યતા દ્વારા મન પ્રમાણે કામ કરવામાં સફળ રહેશો. પારિવારિક પરેશાનીઓને ઉકેલવામાં પણ તમારું યોગદાન રહી શકે છે. લોકો તમારી યોગ્યતાના કાયલ થઇ જશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ગેરસમજના કારણે સંબંધ ખરાબ થઇ શકે છે. આ સમયે તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો. કેમ કે તમારા વિરોધી ઇર્ષ્યાની ભાવનાથી નુકસાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ રહી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- અધ્યાત્મ સાથે જોડાયેલી કોઇ વિશેષ વાતને ઊંડાણપૂર્વક જાણવામાં રસ રહેશે. થોડી નવી જાણકારીઓ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર રહી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ યાત્રાઓને હાલ ટાળો તો સારું રહેશે.

નેગેટિવઃ- પારિવારિક સમસ્યાઓને એકબીજાના તાલમેલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. ગુસ્સા અને ઈગોના કારણે ક્લેશ વધી શકે છે. કોઇ કામ અચાનક જ બનતા-બનતા અટકી જવાથી મન થોડું પરેશાન રહી શકે છે. નકારાત્મક વાતોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલાઓમાં હાલ કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- પ્રેમ સંબંધોને લગ્નમાં બદલવા માટે પરિવારમાં ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઇ નજીકના મિત્રની સલાહ તમારા કોઇ વિશેષ કાર્યને પૂર્ણ કરવામાં મદદગાર રહી શકે છે. સમાજસેવી સંસ્થા પ્રત્યે તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે ખોટા વિવાદમાં ઉતરશો નહીં. તેના કારણે તમારા પરિવારમાં તણાવ વધી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઇને બેદરકાર રહી શકે છે. ખર્ચ ઉપર કાબૂ રાખો તો સારું રહેશે.

વ્યવસાયઃ- આ સમયે મીડિયા તથા ઓનલાઇન કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પરિવારમાં એકબીજાનો સહયોગ અને યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે કોઇ લાભદાયક સૂચના મળી શકે છે. પરિવારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડા કાયદાઓ અપનાવો. બાળકોના યોગ્ય વ્યવહારથી પણ મનમાં સુકૂન રહેશે. સંબંધીઓ સાથે ફોન દ્વારા સંપર્કમાં રહી શકો છો.

નેગેટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ રહી શકે છે. સ્વભાવમાં અકારણ તણાવ અને ચીડિયાપણું અનુભવ થઇ શકે છે. પોઝિટિવ ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- કોઇપણ વ્યવસાયિક રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે તાલમેલ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને થાક હાવી રહી શકે છે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમારી ઊર્જા અને જોશને પોઝિટિવ દિશામાં લગાવવાથી શુભ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આ સમય ધૈર્ય રાખવાનો છે. જરૂરિયાતમંદ તથા વડીલોની સેવા અને દેખરેખને લગતી સંસ્થામાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- મનમાં નકારાત્મક વિચાર આવવા દેશો નહીં. થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી ગેરસમજ ઊભી કરી શકે છે. તમે આ પ્રકારની વાતો ઉપર ધ્યાન ન આપીને તમારા કાર્યોમાં જ મગ્ન રહો.

વ્યવસાયઃ- આવક અને વ્યયમાં સમાનતા રહી શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ઘરના કોઇ મહત્ત્વપૂર્ણ કામને કરતી સમયે અન્ય સભ્યોની પણ સલાહને મહત્ત્વ આપો. સમાજસેવી સંસ્થાઓ પ્રત્યે પણ તમારું યોગદાન તમને આત્મિક સુકૂન આપશે. આજે અચાનક જ કોઇ અટવાયેલું કામ પૂર્ણ થશે.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો. બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. ચિંતા કરવાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી કામ લો. ખોટી ચિંતા તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો સહયોગ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- તમારી શારીરિક ક્ષમતાથી વધારે કામ કરવાની જગ્યાએ થાક અને નબળાઈ રહી શકે છે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- કોઇ અટવાયેલાં રૂપિયા પાછા મળવાથી આર્થિક સ્થિતિ સારી થઇ જશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારા ભાગ્યને મજબૂત કરશે તથા એકબીજા સાથેના સંબંધોને પણ ગાઢ બનાવશે.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. જો કોઇ કામમાં મુશ્કેલી આવી રહી છે તો તેનું મુખ્ય કારણ તમારા અનુભવમાં ખામી હોઇ શકે છે. ઘરમાં થતી નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઓનલાઇન અને ફોન દ્વારા જ વ્યવસ્થિત કરવાની કોશિશ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ જેમ કે શરદી, તાવ વગેરે રહી શકે છે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ઘરના અનેક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ શુભ સૂચના મળશે તથા કોઇ પ્રિય મિત્ર સાથે પણ વાતચીત થશે. મુશ્કેલ સમયમાં કોઇ રાજનૈતિક મદદ પણ મળી શકે છે.

નેગેટિવઃ- શેરબજાર, સટ્ટો વગેરે જેવા કાર્યોથી દૂર રહો. આ સમયે નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં કોઇ અનુભવી વ્યક્તિની પણ સલાહ લો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે. વર્તમાન સ્થિતિને જોતા ધૈર્ય અને સંયમ જાળવી રાખવો યોગ્ય રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર તમારી અનેક સમસ્યાઓનો ઉકેલ કરશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાનના કારણે છાતિમાં બળતરા થઇ શકે છે.


Related Articles

નવીનતમ