લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિલ્હીના માર્કેટ બહુ જ ફેમસ છે. જો કે અમે સરોજિની અને લાજપત નગર માર્કેટની વાત કરતા નથી. અમે તમને વાત કરી રહ્યા છીએ વિકાસ પુરી માર્કેટની. અહિંયાના કેફેથી લઇને લોકલ માર્કેટની અનેક વસ્તુઓ ફેમસ છે. જનકપુરી વેસ્ટની પાસે આવેલું વિકાસ પુરી માર્કેટની વાત કરી રહ્યા છીએ. આ એક લોકલ માર્કેટ છે, જ્યાં લોકો દૂરદૂરથી ખરીદવા માટે આવે છે. ઠંડીની સિઝન આવી ગઇ છે ત્યાં અનેક લોકો પૂરજોશમાં કપડાની ખરીદી કરી રહ્યા છે. તમે વિકાસ પુરી માર્કેટમાં સસ્તી અને સારી શોપિંગ કરી શકો છો. તો જાણો આ વિશે વધુમાં.
- ઠંડીની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યાં અનેક લોકો સ્વેટર, જેકેટની ખરીદી કરી રહ્યા છે. તમે સસ્તુ અને સારું શોપિંગ કરવા ઇચ્છો છો તો આ માર્કેટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ માર્કેટમાં તમને 100 રૂપિયામાં સ્વેટર મળી રહે છે. જો કે તમને એક સવાલ થતો હશે કે શું આ સ્વેટરની ક્વોલિટી સારી હશે? તો તમને જણાવી દઇએ કે આ સ્વેટરની કન્ડિશન સારી હોય છે.
- આ માર્કેટમાં તમને 30 રૂપિયામાં મસ્ત ઇયરરિંગ્સ મળી રહે છે. તમે હનીમૂન પર કે મેરેજની બેગ ભરી રહ્યા છો તો તમે અહીંયાથી શોપિંગ કરી શકો છો. આ માર્કેટમાં તમને સરળતાથી સસ્તી અને સારી ઇયરરિંગ્સ મળી રહે છે. આ માર્કેટમાં તમને કોઇ પણ આઉટફિટ્સને મેચિંગ ઇયરરિંગ્સ સરળતાથી મળી રહે છે.
- આ માર્કેટમાં તમને 150 રૂપિયામાં મસ્ત ફૂટવેઅર મળી રહે છે. આમ, જો તમારા લગ્ન છે અને તમારે બહુ બધી શોપિંગ કરવાની છે તો આ માર્કેટ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ માર્કેટમાં તમને જાતજાતના ચંપલ, બુટ અને મોજડી ટાઇપના ફુટવેઅર સસ્તામાં સારા મળી રહે છે.
જાણો આ માર્કેટ ક્યારે ભરાય છે
તમને એક વાત એ જણાવી દઇએ કે આ માર્કેટ ગુરુવારના દિવસે ભરાયા છે અને આ દિવસે લોકોની બહુ લાંબી લાઇન લાગે છે. આમ, જો તમે અહીંયા શોપિંગ કરવા જવાનું વિચારી રહ્યા છો તો સમય પર પહોંચી જાવો અને મસ્ત શોપિંગ કરી લો.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.