ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો.
એ બસમાં મુસાફરી કરતો હતો.
એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.
જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર પડતો હતો.
અકળાઈને ચંદુ બોલ્યો, બસમાં માણસના
વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.
જાડિયો માણસ બોલ્યો, એમ હોત
તો તારા જેવા દૂબળા માટે
બસ ઊભી જ ના રહેતી હોત…
કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?😂🤣😂🤣😂🤣😂
વેમ્બર-ડિસેમ્બરમાં તો
એવી રીતે લગ્નો થાય છે,
કે જાણે વર-કન્યા ઉપર
૫૦% નું ડિસ્કાઉન્ટ
મળી રહ્યું હોય.
વાળ કપાવતા વખતે ધીમેથી
ટીવી જેવા માટે ગરદન ઊંચી કરીએ,
અને વાણંદ એક જ ઝાટકે
ગરદન નીચી કરી નાખે.
ત્યારે,સાલું લાગી આવે કે,
આ દુનિયામાં આપણી
કોઈ ઈજ્જત જ નથી..
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.