લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પાણીપૂરી..એક એવું સ્ટ્રીટ ફૂડ છે જેનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. જ્યારે પકોડી ખાવા બેસીએ તો આપણને ધ્યાન જ હોતું નથી કે કેટલી ખાધી. અનેક લોકોને તો રોજ પકોડી ખાવાની આદત હોય છે. પરંતુ પકોડી આપણે જ્યારે ખાવા જઇએ અને પાણી સારું ના હોય એટલે કે ટેસ્ટી ના હોય તો પકોડી ખાવાની મજા બગડી જાય છે. આ માટે પકોડીના મસાલા સાથે પાણી પણ ટેસ્ટી હોવુ ખૂબ જરૂરી છે. આ પાણી બનાવતી વખતે અનેક લોકોની ફરિયાદ હોય છે કે પાણી ટેસ્ટી અને ચટાકેદાર બનતુ નથી. આમ, જો તમારી સાથે પણ આવું થાય છે તો આ રીત નોંધી લો.
પાણી ચટપટુ બનાવતા 3 મસાલા
- ફુદીનાની પેસ્ટ
- આમચૂર પાવડર
- આંબલીની પેસ્ટ
સામગ્રી
100 ગ્રામ ફુદીનો
50 ગ્રામ કોથમીર
એક નાનો ટુકડો આદુ
4 લીલા મરચા
5 ચમચી લીંબુનો રસ
½ ચમચી પકોડીનો મસાલો
એક કપ આંબલી
અડધી ચમચી ચાટ મસાલો
અડધી ચમચી આમચૂર પાવડર
ચપટી કાળા મરીનો પાવડર
મીઠું સ્વાદાનુંસાર
એક બોટલ પાણી
બનાવવાની રીત
- સૌ પ્રથમ ફુદીનો, કોથમીર, આદુ, આંબલીનો પલ્પ એક મિક્સરમાં લઇને એની પેસ્ટ બનાવો.
- એક બાઉલમાં પાણી લો અને એમાં ફુદીનાની પેસ્ટ નાંખીને સારી રીતે મિક્સ કરી દો.
- પછી પકોડીના પાણીમાં મીઠું, કાળા મરી, ચાટ મસાલો, લીંબુનો રસ અને પકોડીનો મસાલો નાંખીને બરાબર મિક્સ કરી લો.
- હવે આને ઠંડુ થવા માટે ફ્રિજમાં મુકી દો.
- તો તૈયાર છે પકોડીનું ચટપટુ પાણી.
- તમે આ 3 સામગ્રીની મદદથી ઘરે મસ્ત ચટાકેદાર પાણી બનાવી શકો છો.
- તમે આ પ્રોપર માપથી ઘરે પકોડીનું પાણી બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને પકોડી ખાવાની મજા આવશે.
- એક વાર ઘરે આ રીતે પાણી બનાવતા શીખી જશો તો ક્યારે પણ બહારથી પાણી લાવશો નહીં.
- બહાર કરતા ઘરે બનાવેલું આ પાણી તમારી હેલ્થને પણ સારી રાખે છે. આ પાણી બનાવવા માટે ખાસ કરીને માપનું ધ્યાન રાખો.
- આ સાથે જ ફુદીના કરતા હંમેશા કોથમીર ઓછી લેવાની આદત પાડો.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.