fbpx
Tuesday, May 30, 2023

સોમવાર, 12 ડિસેમ્બર 2022 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે કોઇ વિશિષ્ટ કામ પૂર્ણ થઇ શકે છે. યુવાઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે. કાયદાકીય મામલે મોડું થઇ શકે છે, પરિણામ પોઝિટિવ પ્રાપ્ત થઇ શકે છે. થોડા ખાસ લોકો સાથે સમય પસાર થશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ કારણોસર આત્મવિશ્વાસ ડગમગાઇ શકે છે. બેદરકારીના કારણે અનેક તક હાથમાંથી સરકી શકે છે. કોઇપણ પાર્ટી કે સમારોહમાં વાદ-વિવાદની સ્થિતિથી દૂર રહેવું. તમારા અહંકાર ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- સરકારી કામકાજ ગતિ પકડશે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે તમારી લાઇફ સ્ટાઇલમાં થોડા પરિવર્તન લાવશો. કોઇ યાત્રાને લગતો પ્રોગ્રામ બનશે તથા આ યાત્રામાં સુખદ અનુભૂતિ પણ થશે. દાન, પુણ્ય વગેરે જેવા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. તમે તમારી માનસિક શાંતિને વધારે મહત્ત્વ આપશો.

નેગેટિવઃ- બાળકોને લગતા કોઇ કામમાં મુશ્કેલી આવી શકે છે. ખરીદદારીમાં તમારી સાથે દગો થઇ શકે છે. થોડા સાવધાન રહેવું. ભાગદોડ વધારે રહી શકે છે. પરંતુ તેનું પરિણામ ઓછું મળી શકે છે. નજીકના લોકો સાથે વ્યવહાર મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આકરી પ્રતિયોગિતાના કારણે તમારે વ્યવસ્થિત રીતે કામ કરવું પડી શકે છે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- મહેનતની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- લાભકારી સમય છે. આર્થિક સ્થિતિ સારી થશે. તમે તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવાની પણ કોશિશ કરશો. મહિલાઓ ઘરેલુ કાર્યોને સહજતા અને સરળતાથી પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે પણ ધ્યાન આપશો.

નેગેટિવઃ- આ સમયે સાસરિયા પક્ષ સાથે કોઇ પરેશાની ઊભી થઇ શકે છે, પરિસ્થિતિને સાચવો. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય પરેશાનીનું કારણ બની શકે છે. જેના કારણે તણાવ, ચિંતા, કામનું દબાણ વગેરે જેવી પરિસ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહેશે.

લવઃ- પરિવાર સાથે પાર્ટી કે સમારોહમાં જવાની તક મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- કોઇ ઇચ્છિત કાર્ય સમયે પૂર્ણ થઇ જવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં પણ તમે ભાગ લેશો. મિત્રોની મદદથી મનમાં ચાલી રહેલી કોઇ બાબતનો અંત આવશે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

નેગેટિવઃ- ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો, નહીંતર તમે ભારે સંકટમાં ફસાઇ શકો છો. જો પોતાનો વિકાસ કરવા ઇચ્છો છો તો સ્વભાવમાં થોડું સ્વાર્થીપણાનો ભાવ લાવવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળશે.

લવઃ- વધારે કામના કારણે ઘર-પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓ અંગે કોઇ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો. ચોક્કસ જ ઉત્તમ પરિણામ મળશે. ઘર કે વ્યવસાય બંને જગ્યાએ ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લો.

નેગેટિવઃ- ક્યારેક આળસની સ્થિતિ રહી શકે છે. લગ્ન યોગ્ય લોકોને કોઇ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે મન નિરાશ રહેશે. વાહનની સમયે સર્વિસ કરાવો નહીંતર પરેશાની આવી શકે છે.

વ્યવસાયઃ- કામકાજનો વધારે ભાર તમારા ઉપર રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી કોઇ ગેરસમજનું નિવારણ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. બધા કાર્યો મનની ઇચ્છા પ્રમાણે થશે. મુલાકાતો અને યાત્રાઓ સાર્થક સાબિત થશે. આજની મહેનત નજીકના ભવિષ્યમાં લાભદાયક દ્વારા ખોલી શકે છે.

નેગેટિવઃ- વધારે જવાબદારીઓનો ભાર પણ તમારી ઉપર લેશો નહીં. ક્લેશ, વાદ-વિવાદ જેવી સ્થિતિઓથી દૂર રહેવામાં જ સારું છે. તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો. કોઇપણ સફળતાને પ્રાપ્ત કરવા માટે તમારા સ્વભાવમાં લચીલાપણું પણ લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં શક્યતાઓના નવા દ્વાર ખુલી શકે છે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમયે કોઇ રાજનેતા કે ઉચ્ચઅધિકારી સાથે સંબંધ વધારે ખરાબ થઇ શકે છે. મકાન કે વાહનને લગતી ખરીદદારીની ભાવના પણ પ્રબળ થશે. ભાઈ-બહેનોના સંબંધ વધારે મજબૂત થશે. માંગલિક આયોજનની પણ યોજના બની શકે છે.

નેગેટિવઃ- વાહન દ્વારા કોઇ પરેશાની થવાની શક્યતા છે, એટલે સાવધાન રહો. આવક ઓછી અનેખર્ચ વધારે થઇ શકે છે. ફાલતૂ કાર્યોમાં થઇ રહેલાં ખર્ચને નિયંત્રણમાં રાખો.

વ્યવસાયઃ- આ સમયે વેપારમાં ખૂબ જ ઠંડા દિમાગથી નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીમાં નાની-નાની વાતને લઇને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણના દુખાવો તથા પેટની સમસ્યાથી પરેશાન રહેશો.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- પોઝિટિવ લોકો સાથે હળવા-મળવાથી માનસિક રૂપથી ઊર્જાવાન અનુભવ કરશો. કોઇ વિશેષ કાર્યમાં સફળતા મળી શકે છે. મોજમસ્તીભર્યો સમય પસાર થઇ શકે છે. મુશ્કેલ કાર્યો પણ તમને સામાન્ય લાગશે.

નેગેટિવઃ- મહેમાનોની અવરજવરના કારણે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. જેના કારણે સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું રહી શકે છે. વધતા ખર્ચના કારણે ચિંતા રહેશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં ટીમ વર્ક જાળવી રાખવું જરૂરી છે.

લવઃ- પારિવારિક જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ડિપ્રેશન તથા અવસાદ જેવી સ્થિતિથી બચવા માટે પોઝિટિવ લોકો સાથે સમય પસાર કરો.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સમય સફળતાપૂર્ણ રહેશે. તમે આકરી પરીક્ષા માટે માનસિક અને શારીરિક રૂપથી તૈયાર રહેશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. કોઇ સપનું હકીકત બનવાથી મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ માટે સુખદ અને ઉન્નતિભર્યો સમય છે.

નેગેટિવઃ- મહેમાનોની અવર-જવર રહેવાથી સમય ખરાબ થઇ શકે છે, જેનાથી મન થોડું પરેશાન રહેશે. આ સમયે સામાજિક ગતિવિધિઓથી થોડા દૂર રહો. અકારણ જ વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમા એક સારી ટીમ તૈયાર કરો

લવઃ- પરિવાર સાથે મનોરંજન તથા શોપિંગમાં સુખયમ સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા આર્થિક મામલે તમારા નજીકના મિત્રો તથા પરિવારના લોકોની સલાહ લો. તમને કોઇ નિર્ણય લેવામાં સરળતા રહેશે. પ્રિયજનો સાથે સંબંધો મધુર રહેશે. કોઇ લાંબા સમયગાળાની યોજનામાં રોકાણ કરવાની ઇચ્છા પણ પૂર્ણ થશે.

નેગેટિવઃ- થોડી વિરોધાભાસી વસ્તુઓ સામે આવશે જેના કારણે જોશ અને ઉમંગમાં ઘટાડો આવી શકે છે. ધાર્મિક વિવાદને લગતા મામલાઓમાં પડશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા નેતૃત્વ અને વ્યવસ્થા દ્વારા બધા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થશે.

લવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથએ ઘર-પરિવાર ઉપર પણ સમય આપવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક આત્મ સન્માન ઉપર વાત આવવાથી માનસિક તણાવ રહેશે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓ તથા સમાન વિચારધારાના લોકો સાથે સમય પસાર થશે. તમારી અંદર સાહસ અને આત્મવિશ્વાસ પણ વધશે. ઘરના રિનોવેશન, સજાવટ વગેરે કાર્યોમાં પણ રસ રહેશે.

નેગેટિવઃ- થોડા પારિવારિક કે સંપત્તિને લગતા મામલાઓ ગુંચવાઇ શકે છે. બાળકોના કારણે મન પરેશાન રહેશે. સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં વિઘ્નો આવી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં ગડબડીના કારણે પેટને લગતી સમસ્યા રહી શકે છે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- દિવસની શરૂઆત કોઇ સુખદ અનુભવ સાથે થશે. વિવિધ ગતિવિધિઓમાં પણ રસ રહેશે. તમે પોતાને સંગઠિત તથા વ્યવસ્થિત કરવા માટે આકરી મહેનત કરશો અને તેમાં સફળ પણ થઇ જશો. લગ્ન યોગ્ય લોકોને આ સમયે લગ્નનો પ્રસ્તાવ મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- મહત્ત્વપૂર્ણ કાગળિયાઓ કે દસ્તાવેજના મામલે બેદરકારી ન કરો. કોઇની વાતો ઉપર જરૂરિયાત કરતા વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડી લાભદાયક સ્થિતિ બનશે.

લવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક યાત્રાને લગતા પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા ખાનપાન તમને સ્વસ્થ રાખશે.


Related Articles

નવીનતમ