fbpx
Tuesday, May 30, 2023

‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાએ સતત 15 વર્ષ કઈ બીમારીનો સામનો કર્યો?

એક્ટ્રેસ અને મૉડેલ શેફાલી જરીવાલા (Shefali Jariwala) સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવી હતી કે જ્યારે વર્ષ 2002માં કાંટા લગા નામનું ગીત ઘણું ચાલ્યું હતું અને રેડિયો-ટીવી પર ધૂમ મચાવી હતી. ત્યારબાદ શેફાલી જરીવાલા ફિલ્મ મુજસે શાદી કરોગીમાં એક નાનકડા રોલમાં જોવા મળી હતી. આ સિવાય શેફાલી જરીવાલા જે ટીવી શૉમાં જોવા મળી હતી તેમાં બુગી વુગી, નચ બલિયે 5 અને 7, બિગ બોસ 13 સામેલ છે.

કોમ્પ્યુટર એપ્લિકેશન્સની ડિગ્રી મેળવનાર શેફાલી જરીવાલાએ વર્ષ 2015માં પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા. અગાઉ તેણે મીત બ્રધર્સના મ્યુઝિશિયન હરમત સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેમણે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ, શેફાલી જરીવાલાએ ‘કાંટા લગા’ ગીત માટે માત્ર 7000 રૂપિયાની ફી લીધી હતી.

શેફાલી જરીવાલાએ 15 વર્ષ કઈ બીમારીનો સામનો કર્યો?

અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં 39 વર્ષીય શેફાલી જરીવાલાએ લાંબા સમય સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવા પાછળનું કારણ જણાવ્યું હતું. શેફાલીએ જણાવ્યું હતું કે તેણે કેમ વધારે પ્રોજેક્ટ્સમાં કામ નથી કર્યું. આ સાથે જ શેફાલીએ પોતાની ગંભીર બીમારી બાબતે પણ ચર્ચા કરી હતી. શેફાલી જરીવાલાએ કહ્યું હતું કે, 15 વર્ષની ઉંમરમાં મને પહેલી વાર ખેંચ આવી હતી.

મને યાદ છે કે તે સમયે મારા પર ભણવામાં સારું પ્રદર્શન કરવાનું પ્રેશર હતું. સ્ટ્રેસ અને એન્ઝાયટીને કારણે ખેંચ આવી શકે છે. ડિપ્રેશનને કારણે પણ ખેંચની સમસ્યા થઈ શકે છે. મને ક્લાસમાં ખેંચ આવતી હતી. અમુક વાર બેકસ્ટેજ ખેંચ આવતી તો અમુકવાર રોડ પર ચાલતી વખતે ખેંચ આવતી હતી. આ સમસ્યાને કારણે કોઈ રીતે મારું આત્મસન્માન ઓછું થઈ ગયુ હતું.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ