fbpx
Tuesday, May 30, 2023

અંદરથી ખૂબ સુંદર છે Virat Kohli-Anushka Sharmaનું અલીબાગમાં આવેલું ફાર્મહાઉસ, સુઝૈન ખાને કર્યું ડિઝાઈન

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પોપ્યુલર સેલિબ્રિટી કપલ છે. વિરાટ અને અનુષ્કા કપલ ગોલ્સ આપતાં રહે છે. બંને પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે અને સારા-ખરાબ સમયમાં એકબીજાના પડખે રહ્યા છે. હાલ અનુષ્કા શર્મા આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે ટી-20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીને ક્રિકેટિંગ શિડ્યુલમાંથી આરામ આપવામાં આવ્યો છે. જેથી હાલ વિરાટ પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે મુંબઈમાં છે. થોડા સમય પહેલા જ અહેવાલ આવ્યા હતા કે વિરાટ અને અનુષ્કાએ અલીબાગમાં એક બંગલો ખરીદ્યો છે. હવે કપલનો આ બંગલો તૈયાર થઈ ગયો છે અને તેની તસવીરો પણ સામે આવી છે.

સુઝૈન ખાને ડિઝાઈન કર્યું વિરાટ-અનુષ્કાનું ઘર

અલીબાગમાં આવેલા વિરાટ અને અનુષ્કાના બંગલાના ઈન્ટીરિયરનું કામ સુઝૈન ખાને (Sussanne Khan) કર્યું છે. આ વર્ષે ગણશોત્સવ વખતે જ પાવર કપલે અલીબાગમાં આ ફાર્મહાઉસ ખરીદ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, ઝિરાડ પાસે આવેલું આ ઘર 8 એકરમાં ફેલાયેલું છે. આ વિલામાં ચાર બેડરૂમ, બે કાર ગેરેજ, પાવડર રૂમ સાથેના ચાર બાથરૂમ, ટેરેસ, આઉટડોર ડાઈનિંગ એરિયા, પ્રાઈવેટ પુલ અને વિશાળ ખુલ્લી જગ્યા છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, આ પ્રોપર્ટીની કિંમત 10.5થી 13 કરોડ રૂપિયા છે. આ પ્રોપર્ટી અલીબાગના આવાસ ગામમાં આવેલી છે.

અનુષ્કા અને વિરાટના ફાર્મહાઉસની તસવીરો સામે આવી છે. મૂળ થીમ વ્હાઈટ રાખવામાં આવી છે. સફેદ શાંતિ આપતો રંગ છે. ત્યારે કપલે તેમના આ હોલિડે હોમને એ જ રીતે તૈયાર કરાવ્યું છે. ઘરમાં હરિયાળી અને મોર્ડન ફર્નિચર જોવા મળી રહ્યું છે. પુલ એરિયા, હોલ, ડાઈનિંગ એરિયા ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે.

રોહિત શર્માનું પણ છે અલીબાગમાં ઘર

ઉલ્લેખનીય છે કે, રવિ શાસ્ત્રીએ પણ દસ વર્ષ પહેલા અલીબાગમાં ઘર બનાવ્યું હતું. ભારતયી ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ મ્હાત્રોલી-સરલ વિસ્તારમાં 3 એકરનું ફાર્મહાઉસ ખરીદ્યું છે અને હાલ તે અંડર કંસ્ટ્રક્શન છે, તેમ આ ફાર્મહાઉસના બિલ્ડર અમિત નાયકે જણાવ્યું. આ ઉપરાંત ક્રિકેટર હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ પણ અલીબાગમાં ઘર ખરીદવામાં રસ ધરાવે છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ