fbpx
Saturday, June 3, 2023

Vitamin D Deficiency: શિયાળામાં વિટામિન-ડીની ઉણપને દૂર કરશે આ 4 ફૂડ્સ, જાણો

Vitamin D Deficiency: શિયાળામાં આપણા શરીરમાં આળસ વધારે હોય છે. આ ઋતુમાં આપણું એનર્જી લેવલ ઘટી જાય છે, ઇમ્યુનીટી નબળી થવા લાગે છે અને બીમાર પડવાની શક્યતા વધારે રહે છે. શિયાળામાં શરીરમાં આળસને દૂર કરવા માટે અને તંદુરસ્ત રાખવા માટે વિટામિન- ડીનું સેવન ખુબજ અસરદાર સાબિત થાય છે. વિટામિન ડીનું સેવન શરીરને હેલ્થી બનાવે છે અને શરીરની આળસ દૂર કરવાનું કામ કરે છે. વિટામિન-ડી શરીર માટે ખુબજ જરૂરી છે. તેનું સેવન રોગો સામે લડવાની તાકાત પુરી પડે છે અને હાડકાં મજબૂત કરે છે. શિયાળામાં વિટામિન ડીની ઉણપ પુરી કરવા માટે સૂર્યપ્રકાશ એક મહત્વનો વિલ્કપ છે.

યુએસ નેશનલ એકેડમી ઓફ મેડિસનના મત મુજબ 600-800 આઈયુ વિટામિન ડી પૂરતુ મનાય છે. યુએસ એન્ડોક્રાઇન સોસાયટી પ્રતિ દિવસ 1,500-2,000 આઈયુ વિટામિન ડીનું સેવન કરવાની સલાહ આપે છે. આપણી વ્યસ્તતા વધારે છે જેના કારણે આપણે કલાકો સુધી ડેસ્ક વર્ક કરીએ છીએ અથવા મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત હોઈએ છીએ જેના લીધે વિટામિન ડીનો નેચરલ સ્ત્રોત સૂર્યપ્રકાશમાં બેસી શકતા નથી. આપણે જાણીએ છીએ કે કેટલાક ફૂડ્સનું સેવન કરવાથી શરીરમાં સરળતાથી વિટામિન ડીની ઉણપને પુરી કરી શકાય છે. આવો જાણીએ કે ફૂડ્સનું સેવન કરીને આપણે વિટામિન ડીની ઉણપને પુરી કરી શકે છે.

માછલી ખાવો:

હેલ્થલાઇનની માહિતી મુજબ શરીરમાં વિટામિન ડીની ઉણપને પુરી કરવા માટે સી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. વિટામિન ડીથી ભરપૂર ઘણા પ્રકારની ફિશ જેમ કે ટુના, નાની સમુદ્રી ફિશ, કસ્તુરી, ઝીંગા અને સાર્ડીનનું સેવન કરવું જોઈએ. વિટામિન ડીની ઉણપને પુરી કરવા માટે સમુદ્રી ભોજન ખુબજ અસરદાર સાબિત થાય છે.

મશરૂમનું સેવન:

મશરૂમમાં રહેલ ગ્લુકોઝ, પ્રોટીન, બીટા કેરોટીન, વિટામિન અને કેલ્શિયમ શરીર માટે ખુબજ હેલ્થી છે અને વિટામિન ડીનું ઉણપને પણ પુરી કરે છે અને શરીરને પોષક તત્વો પુરા પાડે છે.

ઈંડાની જરદીનું સેવન:

ઈંડાની જરદીનું સેવન વિટામિન ડીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જેથી તેને સરળતાથી તમે ડાયટમાં સમાવેશ કરી શકો છો. ઈંડાની જરદીમાં હાજર વિટામિન ડી હાડકાના વિકાસ, સ્વાસ્થ્ય માંસપેશીયો અને ઈમ્યુનીટીઝને મજબૂત કરવામાં ઉપયોગી છે. વિટામિન ડીની ઉણપને પુરી કરવા માટે રોજ એક અથવા બે ઈંડાનું સેવન કરવું જોઈએ.

આ ચીજોમાં પણ હોય છે વિટામિન-ડી

કેટલાક સામાન્ય ફૂડ્સ જેમ કે ગાયનું દૂધ, પ્લાન્ટ બેસ્ડ ફૂડ્સ જેમ કે સોયા, બદામ, સંતરાનો જ્યુસ, તૈયાર અનાજ, દહીં અને ટોફુનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ