Dangerous food item: શિયાળાની ઋતુ આવતાની સાથે જ શરીરમાં ઘણા ફેરફારો થાય છે. શરીર જરૂરી અવયવોને ગરમ કરવા માટે વધારાનું કામ કરે છે. જેના કારણે બહારના અવયવોને વધુ ઠંડી લાગે છે. આવી સ્થિતિમાં, શિયાળા દરમિયાન આહાર આપણા સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે શિયાળામાં સારો આહાર લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કેટલાક એવા ખોરાક અથવા આહાર છે જેનું જેવન કરવાથી શરીરમાં ઠંડી તો લાગે છે સાથે શરીરને નુકસાન પણ કરે છે.
આ સાથે આ આહાર લેવાથી બીમારીઓની થવાની શક્યતા પણ વધે છે. ખાસ કરીને જે લોકો ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ જેવી ક્રોનિક બીમારીઓનો સામનો કરી રહ્યા છે તેઓ માટે શિયાળામાં ડાયટની પસંદગી ખુબજ ધ્યાનથી કરવી જોઈએ, નહીંતર આવા ફૂડ્સનું સેવન તેમના માટે ઝેર જેવું કામ કરે છે. આવો જાણીએ શિયાળામાં ક્યા ફૂડનું સેવન મુશ્કેલીઓ વધારી શકે છે.
વાઈટ બ્રેડ, રાઈસ અને પાસ્તા:
શિયાળામાં વાઈટ બ્રેડ, રાઈસ અને પાસ્તા ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે. અમેરિકન નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના પબમેડ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ વાઈટ બ્રેડ, રાઈસ અને પાસ્તામાં ખુબજ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ સિવાય આ પ્રોસેસ્ડ ફૂડ પણ છે તેથી આ ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 બંનેના દર્દીઓ માટે ઘાતક સાબિત થઇ શકે છે.
રિસર્ચમાં આ જોવા મળ્યું છે કે ગ્લુટેન ફ્રી પાસ્તા પણ બ્લડ શુગર વધારી શકે છે. વાઈટ રાઈસ સૌથી વધુ બ્લડ શુગર વધારે છે. કરન્ટ ડાયાબિટીક રિપોર્ટમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ વધારે કાર્બોહાઇડ્રેટ વાળો ખોરાક જેમ કે વાઈટ રાઈસ, ખાંડ કે મીઠી વસ્તુ ન માત્ર બ્લડ શુગર વધારે છે પરંતુ બ્રેન ફંક્શનની ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે.
માંસ(મીટ) અને પ્રોસેસ્ડ ફૂડ:
પીડી હિન્દુજા હોસ્પિટલના એક સિનિયર ડાયટિશયન મુજબ શિયાળામાં રેડ મીટ અને પ્રોસેસ્ડ ફૂડથી ઘણા પ્રકારની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે રેડ મીટ અને પ્રોસેસ્ડ ફૂડને પચવામાં ખુબજ ટાઈમ લાગે છે. પરંતુ શિયાળામાં શારીરિક પ્રવૃત્તિ ઓછી થઇ જાય છે જેના કારણે હંમેશા આળસ આવે છે. તેથી આવા ખોરાકનું સેવન કરવાથી ડાઇઝેશન પ્રોબલેમ તો થાય છે એની સાથે સ્થૂળતા પણ એક મોટો પ્રશ્ન બની જાય છે. તેથી રેડ મીટ અને પ્રોસેસ્ડ ફૂડ શિયાળામાં સ્વીટ પોઇઝન જેવું હોઈ છે.
ફ્રીઝમાં રાખેલ ફૂડ્સ:
શિયાળામાં ફ્રીઝમાંથી નીકાળેલ ફૂડ્સ કે ફ્રોઝન ફૂડ્સ શરીર માટે ખુબજ નુકસાનકારક છે. સાથે બીજી ઘણી બીમારીઓને જન્મ આપવાનો મોકો આપે છે, તેથી ફ્રીઝમાંથી નિકાળેલ ફૂડ આઈટમ જેમ કે દહીં, ફળ, સોફ્ટ ડ્રિન્ક વગેરેનું સેવન નહિવત કરવું જોઈએ. કેમ કે વધુ ખાંડ હોવાને કારણે ફ્રીઝમાં ફૂગ લાગવાના ચાન્સ વધારે હોય છે તેથી આ ફૂડ આઈટમમાં ફૂગ કે બેકરેરીયલ ઇન્ફેકશન પણ થઇ શકે છે.
મીઠું અને પીઝા
વધારે મીઠાનું સેવન આમતો ખુબજ હાનિકારક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ એક દિવસમાં 3 ગ્રામથી વધારે સોડિયમનું સેવન હાર્ટ ડીઝીઝથી લઈને બ્રેન ફંકશનને પણ નુકસાન પહોંચાડે છે. જયારે વધારે મીઠું હૃદય રોગના દર્દીઓ માટે ઝેર સમાન છે. પરંતુ શિયાળાની ઋતુમાં વધારે લોકો સ્પાઈસી વસ્તુઓનું સેવન કરે છે. પીઝાનું સેવન પણ વધી જાય છે જે ખૂજબ નુકસાનકારક છે. પીઝામાં વધારે માત્રામાં ટ્રાન્સફેટ હોય છે. આ હાર્ટના સ્વાસ્થ્યને ખુબજ નુકસાન કરે છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.