ડોક્ટર દર્દીને : તમે એક દિવસમાં કેટલી સિગારેટ પીઓ છો?
દર્દી : 20.
ડોક્ટર : જુઓ, જો તમારે મારી પાસે સારવાર કરાવવી હોય
તો તમારે સિગારેટનો ત્યાગ કરવો પડશે.
એક કામ કરો, નિયમ બનાવો કે જમ્યા પછી જ સિગારેટ પીવી.
દર્દીએ ડોક્ટરની સલાહ સ્વીકારી
અને સારવાર શરૂ કરી.
થોડા મહિના પછી દર્દીની તબિયત સંપૂર્ણપણે સુધરી ગઈ.
ડોક્ટર : જુઓ મેં જણાવેલી પરેજીથી તમારી તબિયત
કેટલી સુધરી ગઈ.
દર્દી : પણ ડોક્ટર,
દિવસમાં 20 વખત ભોજન કરવું પણ સરળ કામ નથી.
😂😜🤣😛😆🤪
બકો લગ્નમાં જમવા ગયો,
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઈને
તેમને થયું કે આ પણ કોઈ ખાવાની ચીજ હશે.
તે લઈને મોઢામાં મૂકવા જતા હતા
ત્યાં બકુડીએ રાડ પાડી,
ખાતા નહીં ….. હાવ મોળું સે…..
વધારે ચિંતા ના કરો
બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.
હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે
એ મને નથી ખબર હો.
પતિ હિબકે ચડીને રોયો,
જ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર
હાથમાં આવ્યું અને એમા લખ્યું હતું,
“કોમલભાષી અને શાંતિપ્રિય
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.