બોલિવૂડની ફેશન દીવા મલાઇકા અરોરા ફરી ચર્ચામાં છે. આ વખતે અભિનેત્રી તેના ડિવોર્સને લઇ ચર્ચામાં છે. 49 વર્ષની આ અભિનેત્રીને ઈન્ડસ્ટ્રીની સૌથી મજબૂત મહિલા માનવામાં આવે છે. અરબાઝ ખાનને છૂટાછેડા આપવાનું હોય કે પછી તેનાથી 12 વર્ષ નાના અર્જુન કપૂરને ડેટિંગ કરવાનું હોય. મલાઇકા અરોરા તેના તમામ નિર્ણયો અડગ અને મક્ક્મતા સાથે લે છે.તાજેતરમાં મલાઈકા અરોરાએ તેના આગામી રિયાલિટી શો ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે.
મલાઇકા અરોરના આ શો 5 ડિસેમ્બરથી ડિઝની હોટસ્ટાર પર પ્રસારિત થશે. જેના પ્રોમોમાં મલાઇકા ફરાહને તેની પોસ્ટ સંબંધિત કહ્યું હતું કે, મેં મારી લાઇફમાં જે પણ નિર્ણય લીધા તે બધા ખરા સાબિત થયાં છે. જે બાદ તે તેના આસું લુંછતા નજર આવે છે. જેને લઇને ફરાહ ખાને મલાઇકાએ કહ્યું હતું કે તું તો રડતી હોય ત્યારે પણ સુંદર લાગી રહી છે.આ પછી બંને હસવા લાગે છે
મલાઇકાએ વધુમાં પ્રોમોમાં કહ્યું હતું કે, હું જીવનમાં આગળ વધી ગઇ છું, પરંતુ તમે ક્યારે ભૂલશો…જેને લઇને તેની બહેન અમૃતા અરોરા જોર જોરથી તાળીઓ વગાડતી નજર આવી હતી.તમને જણાવી દઇએ કે ‘મૂવિંગ વિથ મલાઇકાલ’માં મલાઇકાના જીવનને અનફિલ્ટર્ડ તેમજ નજીકથી દર્શાવવાનનું વચન આપવામાં આવ્યું છે. આ શોમાં મલાઇકાના મિત્ર અને ફેમિલી ગેસ્ટના રૂપમાં જોવા મળશે.
મહત્વનું છે કે, મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમજ તાજેતરમાં કપલે તેના સંબંધની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. એવામાં હવે તેમના લગ્નને લઇ ચર્ચાએ જોર પકડ્યું છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.