Tuesday, October 3, 2023

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 1980: કોંગ્રેસનું જબરજસ્ત પ્રદર્શન, 141 સીટ પર વિજય મેળવી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા

Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મત ગણતરી 8 ડિસેમ્બરે થવાની છે . આ પ્રસંગે અમે તમને ફ્લેશબેકમાં લઇ જઇ રહ્યા છીએ અને 1980ના પરિણામ વિશે જાણકારી આપી રહ્યા છીએ. તે સમયે કેવી સ્થિતિ હતી.

1980માં કુલ 974 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં 48.37 ટકા મતદાન થયું હતું. પુરુષોના મતદાનની ટકાવારી 53.47 ટકા રહી હતી જ્યારે મહિલાના મતદાનની ટકાવારી 48.37 ટકા રહી હતી.

કોંગ્રેસનું જબરજસ્ત પ્રદર્શન

આ ચૂંટણીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઈ)એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 182માંથી કોંગ્રેસે 141 સીટ પર જીત મેળવી હતી. પાર્ટીને 51.04 ટકા વોટ મળ્યા હતા. બીજી તરફ જનતા પાર્ટીએ 152 ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી 21 સીટો પર વિજય થયો હતો. ભારતીય જન સંઘે 127 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી 9 સીટો પર વિજય થયો હતો. 10 સીટો અપક્ષોને અને 1 સીટ જનતા પાર્ટી (સેક્યુલર)ને મળી હતી.

માધવસિંહ સોલંકી બન્યા મુખ્યમંત્રી

ભાદરણ સીટથી જીત મેળવનાર માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે બીજી વખત મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા ડિસેમ્બર 1976માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે

Related Articles

નવીનતમ